<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

જીએસટી વાર્ષિક રિટર્નમાં વર્ષ દરમિયાનની આઇટીસી વિગતો દર્શાવાતા વેપારીઓને રાહત

પહેલા આઇટીસીની વિગતો નહીં દર્શાવાતા સમસ્‍યા થતી હતી જીએસટી વાર્ષિક રિટર્નમાં કરાયેલા સુધારાને કારણે વેપારીઓને નોટિસ નહીં મળે

નવી દિલ્‍હી તા.૧૬: જીએસટી વાર્ષિક રિટર્નના ફોર્મ બહાર પાડી દેવામાં આવ્‍યા છે. આ ફોર્મમાં કરવામાં આવેલા સુધારાના કારણે વેપારીઓને ઘણી રાહત થવાની છે. સાથે સાથે તેઓને વાર્ષિક રિટર્ન મર્યા બાદ નાની સરખી પશુ ભૂલ હોય તો સિસ્‍ટમ આધારીત જ નોટિસ મળી જતી હતી. તેના લીધે વેપારીઓ દોડતા થઈ જતા હતા. જવારે ચાલુ વર્ષે જીએસટી વાર્ષિક રિટર્નના ફોર્મમાં આઇટીસીની વિગતો ઓનલાઈન જ જોવા મળી જાય તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. પહેલા આઇટીસીની વિગતો વાર્ષિક રિટર્ન ફોર્મમાં જોવા મળતી નહી હોવાના લીધે કેટલાક વેપારીઓ દ્વારા અગાઉ જે આઇટીસી લીધી હોય તે પણ બીજી વખત લઈ લેતા હતા. તેના કારણે ખોટી રીતે આઇટીસી લીધી હોય અથવા તો નિવમ કરતાં વધુ આઈટીસી લીધી હોવાની ગણતરી કરીને જીએસટી પોર્ટલ પરથી સિસ્‍ટમ આધારિત જ નોટિસ ફટકારવામાં આવતી હતી. તેના લીધે વેપારીઓએ ભારે તકલીફનો સામનો કરવો પડતો હતો.

જયારે ચાલુ વર્ષે જીએસટી વાર્ષિક રિટર્નના ફોર્મમાં જ સુધારો કરી દેવામાં આવ્‍યો છે. તેમાં વેપારી વાર્ષિક રિટર્ન ફોર્મ ભરે એટલે તેઓને સમગ્ર વર્ષ દરમિયાન લીધેલી આઇટીસીની વિગતો ઓનલાઈન જ જોવા મળી જશે. તે પ્રમાણે વેપારી દ્વારા વિગતો ભરવામાં આવે તો નોટિસ મળવાની સમસ્‍યામાંથી છુટકારો થઈ શકે તેમ છે. આ અંગે ટેક્‍સ કન્‍સલ્‍ટન્‍ટ નારાયણ શર્માએ જણાવ્‍યું હતું કે સમગ્ર વર્ષ દરમિયાન લેવામાં આવેલી આઇટીસીની વિગતો પહેલા વાર્ષિક રિટર્નમાં દર્શાવવામાં આવતી નહોતી. જ્‍યારે ચાલુ વર્ષે બહાર પાડેલા રિટર્નમાં એક ટેબલમાં જ આઈટીસીની તમામ વિગતો દર્શાવવામાં આવી હશે.

આ વિગતોની ઊલટતપાસ કરીને વેપારી દ્વારા રિટર્ન ભરી દેવામાં આવે તો નોટિસ મળવાની સમસ્‍યામાંથી છૂટકારો થઈ શકે તેમ છે. જીએસટી વાર્ષિક રિટર્નના ફોર્મમાં કરવામાં આવેલા નાના સરખા સુધારાના કારણે વેપારીઓને જે તકલીફ થતી હતી તેમાં હવે થોડી ઘણી રાહત થવાની છે.

(9:48 AM IST)