News of Thursday, 16th October 2025
ઓડિટ રિટર્ન ભરવાની મુદત નહીં વધવાથી સીએની દિવાળી બગડશે
૩૧ સુધી ઓડિટ સાથેના રિટર્ન ભરવાનો છેલ્લો દિવસ

મુંબઇ તા.૧૬: ૧.૫૦ કરોડથી વધુ ટર્નઓવર પરાવતા કરદાતાઓએ ફરજિયાત ઑડિટ કરીને જ આઈટી રિટર્ન ભરવાનો નિયમ છે. આ રિટર્ન ભરવા માટેની છેલ્લી તારીખ ૩૧ ઓક્ટોબર હોવાના કારણે હાલ તો સૌધી વધુ કપરી સ્થિતિ સીએના વ્યવસાય સાથે સંકળાયેલાઓની જોવા મળી રહી છે. કારણ કે દર વખતે સીએ વ્યવસાય સાથે સંકળાયેલાઓને ત્યાં પાંચથી સાત દિવસનું વેકેશન આપવામાં આવે છે. જ્યારે ચાલુ વર્ષે માંડ એકાદ બે દિવસની જ રજા આપવામાં આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તે માટેનું કારણ એવું છે કે આગામી ૩૧ ઓક્ટોબર સુધીમાં ઓડિટ સાથેનું આઇટી રિટર્ન જમા કરાવી દેવાનું છે. તેના માટે સીએને પૂરતો સમય મળતો નથી. એક સીએ દ્વારા એક દિવસમાં માંડ એક જ પેઢીનું ઓડિટ રિટર્ન કરી શકે તેમ છે. તેમાં પણ દિવાળીના દિવસોમાં જો રજા રાખવામાં આવે તો ઓડિટ સાથેના રિટર્ન ભરવામાં સમસ્યા ઊભી થઇ શકે તેમ છે અથવા તો તેમાં ભૂલ થવાની પણ શક્યતા રહેલી છે. આ ભૂલનું પરિણામ પેઢીના સંચાલકોએ વેઠવાની સ્થિતિ ઊભી થાય તેના બદલે સીએના વ્યવસાય સાથે સંકળાયેલાઓ દિવાળી, બેસતું વર્ષ અને ભાઇબીજની પણ અડધી રજા બાદ પહેલાની માફક ઓફિસ ધમધમતી રાખવી પડે તેમ છે. તેના કારણે ચાલુ વર્ષે સીએની દિવાળી ઓડિટ સાથેના રિટર્ન ભરવામાં જ નીકળી જવાની શક્યતા વધુ રહેલી છે.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
