<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

કોલકાતામાં વધુ એક રેપઃ એન્‍જિનિયરિંગ વિદ્યાર્થિનીને નશીલો પદાર્થ આપી બળાત્‍કાર

પીડિતાની ફરિયાદના આધારે પોલીસે તેના ક્‍લાસમેટની ધરપકડ કરી

કોલકાતા તા.૧૬:  પヘમિ બંગાળના દુર્ગાપુરમાં મેડિકલ કોલેજની વિદ્યાર્થિની પર થયેલા ગેન્‍ગરેપનો મામલો હજી ઉકેલાયો નથી, અને આ વચ્‍ચે જ કોલકાતાની એક ખાનગી એન્‍જિનિયરિગ કોલેજની બીજા વર્ષની વિદ્યાર્થિની પર બળાત્‍કારનો વધુ એક ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્‍યો છે. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે તેના ક્‍લાસમેટની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્‍યા અનુસાર, શહેરના દક્ષિણ ભાગમાં આવેલા આનંદપુર વિસ્‍તારમાં આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પીટીઆઈને જણાવ્‍યું હતું કે પヘમિ બંગાળમાં અભ્‍યાસ કરવા આવેલી વિદ્યાર્થિનીએ આનંદપુર પોલીસ સ્‍ટેશનમાં તેના સહાધ્‍યાયી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ આરોપ લગાવ્‍યો છે કે આરોપીએ તેને એક પીણું પીવડાવ્‍યું હતું, જે પીધા પછી તે બેભાન થઈ ગઈ હતી. તેની બેભાનતાનો લાભ લઈને, આરોપી વિદ્યાર્થીએ તેના પર બળાત્‍કાર કર્યો હતો. જોકે, પોલીસે આ કેસમાં એન્‍જિનિયરિગ વિદ્યાર્થિનીના ગૃહ રાજ્‍યનો ખુલાસો કર્યો નથી.

પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્‍યું હતું કે, તેની ફરિયાદમાં, વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્‍યો હતો કે તે આનંદપુરમાં ભાડાના ફલેટમાં રહેતી હતી, જ્‍યાં આરોપી આવીને તેના પર પીણું ભેળવી દીધું. પીધા પછી, તે બેભાન થઈ ગઈ અને બાદમાં તેના સહાધ્‍યાયી દ્વારા તેના પર બળાત્‍કાર ગુજારવામાં આવ્‍યો. આ ઘટના પヘમિ બંગાળના દુર્ગાપુરમાં એક મેડિકલ કોલેજની વિદ્યાર્થિની પર કેમ્‍પસ છોડ્‍યા પછી કથિત રીતે સામૂહિક બળાત્‍કાર થયાના થોડા દિવસો પછી બની છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્‍યું હતું કે આરોપી થોડા દિવસો સુધી છુપાયો હતો અને આનંદપુરમાં તેના ઘરે પરત ફર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્‍યું હતું કે આરોપીને શહેરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્‍યો હતો અને ૨૨ ઓક્‍ટોબર સુધી પોલીસ કસ્‍ટડીમાં મોકલવામાં આવ્‍યો હતો. અધિકારીએ ઉમેર્યું હતું કે, અમે તપાસ શરૂ કરી છે અને ટૂંક સમયમાં ઘટનાનો ખુલાસો કરવામાં આવશે.

(1:43 PM IST)