તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Thursday, 16th October 2025
ભારત ચંદ્ર પર માનવને મોકલશે
ઇતિહાસ રચાશેઃ ISROના અધ્યક્ષે મહત્ત્વની જાહેરાત કરી

નવી દિલ્હી/રાંચી તા.૧૬: ભારતનો અંતરિક્ષમાં ડંકો વગાડવાના સપના સાથે વિક્રમ સારાભાઈએ ૫૬ વર્ષ પહેલા ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO)ની સ્થાપના કરી હતી. હવે તેમનું સપનું આજે સાકાર થઈ રહ્યું છે. છેલ્લા ૫૬ વર્ષમાં ISROએ અનેક અવકાશ કાર્યક્રમોમાં સફળતા મેળવી છે. ત્યારે હવે ISROના ૧૧માં અધ્યક્ષ વી. નારાયણે ISROના આગામી અવકાશ કાર્યક્રમોની જાહેરાત કરી છે. એક કાર્યક્રમમાં વી. નારાયણે ISROના ૨૦૩૫ સુધીના કાર્યક્રમોની રૂપરેખા જણાવી છે.
રાંચી ખાતેની બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (BIT) મેસરામાં ૩૫મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં ISROના અધ્યક્ષ વી. નારાયણ હાજર રહ્યા હતા. તેમણે દીક્ષાંત સમારોહને સંબોધતા ISROના આગામી અવકાશ કાર્યક્રમો વિશે માહિતી આપી હતી.
વી. નારાયણે જણાવ્યું હતું કે, ભારતનું પ્રથમ માનવસહિત અવકાશ ઉડાન, ગગનયાન મિશન, ૨૦૨૭ ના પ્રથમ ક્વાર્ટરમાં પૂર્ણ થશે. આ મિશન પહેલા ત્રણ માનવરહિત મિશન હશે. પહેલું મિશન, જેમાં અર્ધ-માનવ-રોબોટ વ્યોમમિત્ર અવકાશમાં લોન્ચ થશે. આ પછી બે વધુ માનવરહિત મિશન થશે. ભારત ૨૦૩૫ સુધીમાં પોતાનું સ્પેસ સ્ટેશન, ઇન્ડિયન સ્પેસ સ્ટેશન (BAS) પૂર્ણ કરશે.
તેનું લોન્ચ મોડ્યુલ ૨૦૨૭ સુધીમાં અવકાશમાં તૈનાત થાય તેવી સંભાવના છે. ISROના અધ્યક્ષે એ પણ સ્પષ્ટ કર્યું કે, ભારતનો સૌથી મોટો લક્ષ્યાંક ૨૦૪૦ સુધીમાં દેશના નાગરિકોને ચંદ્ર પર ઉતારવાનું અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવાનું છે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
