News of Thursday, 16th October 2025
શુભ દિવસોમાં સર્વાર્થ સિદ્ધિ, ત્રિપુષ્કર, રાજ, અમૃતસિદ્ધિ અને રવિયોગનો સંયોગ
દિવાળી સુધી શુભ સંયોગઃ સંયોગ દરમિયાન ખરીદી કરવી ફળદાયી રહેશે

મુંબઇ તા.૧૬: દિવાળીને માત્ર ગણતરીના દિવસો રહી ગયા છે. સુરતીઓ દ્વારા દિવાળી અને નવા વર્ષ માટે તૈયારીઓ શરૂ કરી દેવાય છે. ત્યારે આ વર્ષે દિવાળી અને તેના પછી થણા શુભ સંયોગ બની રહ્યા છે. સંયોગથી સુખ અને સમૃદ્ધિ આવશે, અને બજારો ગતિશીલ રહેશે. ઉપરાંત શુભ સંયોગ ખરીદી અને રોકાણ માટે પણ ઉત્તમ રહેવાના છે. જ્યોતિષ કિરણ મહારાજે જણાવ્યું કે, ૨૩ ઓક્ટોબર સુધીની તારીખ, દિવસો અને નક્ષત્રોની સાથે સર્વાર્થ સિદ્ધિ, રાજયોગ, ત્રિપુષ્કર, અમૃત સિદ્ધિ અને રવિ યોગનો પણ સંયોગ રહેવાનો છે. આ સંયોગ દરમિયાન ઘરેણાં ખરીદવા, નવી મિલકત ખરીદવા અથવા ફલેટ બુક કરાવવા ફાયદાકારક રહેશે. ઉપરાંત આ દિવસોમાં નવા કાર્યો શરૂ કરવા પણ ફળદાયી રહેશે. સાથે જ ૧૮ ઓક્ટોબરે ધનતેરસ પર કાર, સોનું, ચાંદી, કપડાં અને વાસણો ખરીદવા અને ૨૦ ઓક્ટોબરે દિવાળી પર ઘરેણાં, કાર, જમીન, મકાન અને ટીવી સહિતની વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે.
રાશિ પ્રમાણે ખરીદી લોકો માટે લાભદાયી
મેષ રાશિઃ ચાંદીના દાગીના, સિક્કા કે વાસણો ખરીદવા
વૃષભ રાશિઃ હીરા જડેલા દાગીના કે ચાંદીના સિક્કા ખરીદવા
મિથુન રાશિઃ કાંસાના વાસણો, સોનું
કર્ક રાશિઃ લક્ષ્મી-ગણેશની યાદીની મુર્તિઓ કે ચાંદીનું શ્રીયંત્ર
સિહ રાશિઃ શુભ રત્ન માણેક અથવા સોનાનો ઢોળ ચઢાવી શકાય
કન્યા રાશિઃ કાસા કે ફુલના કુંડા ખરીદવા બુધ ગ્રહને મજબૂત બનાવશે
તુલા રાશિઃ ચાંદીના દાગીના અને વાસણો ખરીદવા
વૃશ્ચિક રાશિઃ તાંબાના વાસણો, ચાંદી કે ચાંદીના દાગીના ખરીદવા
ધનુ રાશિઃ સોનાના દાગીના, સોનાના સિક્કા
પિત્તળના વાસણો
મકર રાશિઃ સ્ટીલના વાસણો કે વાહનોની ખરીદી
કુંભ રાશિઃ વાહન કે સ્ટીલના વાસણો ખરીદવા શુભ
મીન રાશિઃ સોના કે પિત્તળની વસ્તુઓ ખરીદવી
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
