<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

ગાંધીનગરમાં કાલના શપથ પૂર્વે ઉત્‍કંઠાભર્યો રાજકીય માહોલ

કાલે સવારે ૧૧.૩૦ વાગ્‍યે મંત્રીમંડળ વિસ્‍તરણ : બાદબાકી અને અનુમાનોની આંધી ધારાસભ્‍યોને દિવાળી પૂર્વે જ નવા ફલેટ ફાળવાશે : મહાપર્વ ટાણે પ્રથમ વખત રાજકીય ઉથલપાથલ : ભાજપના ધારાસભ્‍યો ગાંધીનગરમાં

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૬ :.. ગુજરાતના રાજકારણમાં દિવાળી પૂર્વેના આજનો અને આવતીકાલનો બે દિવસ આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ખૂબ જ મહત્‍વના બની રહ્યા છે. મોવડી મંડળે મંત્રી મંડળના વિસ્‍તારની વાત દહોરાવ્‍યા પછી પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્‍યોને બે દિવસ ગાંધીનગર નહી છોડવાના આદેશ આપ્‍યા છે.

ગઇ મોડી રાત પછી પક્ષના ધારાસભ્‍યોને ગાંધીનગર ઉપસ્‍થિત રહેવા કડક તાકીદ કરી છે. ગઇ મોડી રાત પછી સભ્‍યોને ગાંધીનગર ઉપસ્‍થિત રહેવાની સુચના આપવામાં આવ્‍યા બાદ આજે વહેલી સવારથી તમામ ધારાસભ્‍યો પોતપોતાના વિસ્‍તારમાંથી ગાંધીનગર આવવા નિકળ્‍યા છે. આજે બપોર સુધી તમામ પક્ષના ધારાસભ્‍યો ગાંધીનગર આવવા નીકળ્‍યા છે. સંભવ છે કે આજે બપોર સુધી પક્ષના તમામ સભ્‍યો ગાંધીનગર ખાતે આવેલ પોતે પોતાની સદસ્‍ય નિવાસ ખાતે આવેલ પોતાના નિવાસસ્‍થાને હાજર થઇ જશે.

આજે દિવસ દરમ્‍યાન પક્ષના ધારાસભ્‍યોમાં એક અનેક પ્રકારની તર્ક વિતરક ચાલુ રહેશે. આવતીકાલે સવારે ૧૧-૩૦ કલાકે ગાંધીનગરના મહાત્‍મા મંદિર ખાતે યોજાનાર શપથવિધિ સમારોહમાં કોના નામ હશે તે આજે મોડી સાંજ સુધીમાં આતુરતાનો અંત આવશે.

અત્‍યાર સુધી ગાંધીનગરના ઇતિહાસમાં પ્રથમ વખત દિવાળી પૂર્વે મંત્રી મંડળનું વિસ્‍તરણ થઇ રહ્યું છે. બીજી તરફ ગુજરાત વિધાનસભાના ૧૮ર સભ્‍યોને ગાંધીનગર ખાતે આવેલ સૌથી પ્રથમ વખત આવેલ. સદસ્‍ય નિવાસમાં નવા બનાવેલા મકાનમાં સૌને નવા મકાનની ફાળવવી કરવામાં આવે તેમ જાણવા મળે છે.

મંત્રી મંડળમાં આ વિસ્‍તરણ બાદ વિધાનસભામાં આગામી બજેટ સત્રમાં બેઠક વ્‍યવસ્‍થામાં મોટો ફેરફાર થશે. સાથોસાથ આજની તારીખે રાજય સરકારના સામાન્‍ય વહીવટ વિભાગ દ્વારા ખુબ જ મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આજે દિવસ દરમ્‍યાન રાજયની રાજકીય વાતાવરણ અને વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓ પણ એક ચર્ચાનો માહોલ બન્‍યોને જેમાં કોણ બનશે આપણા વિભાગના મંત્રી તે પણ ચર્ચાનો મુદ્દો છે.

મંત્રી મંડળ વિસ્‍તરણ બાદ આગામી ફેબ્રુઆરીમાં મળતા બજેટ સત્રની નવા નાણામંત્રી માટે ખુબ મહત્‍વનું બની રહેશે. હવે દિવાળી પછીના પર્વ કેવા રહેશે તે જોવાનું રહયું. 

નવા મંત્રી મંડળની રચનામાં જાતિવાદી પરિબળ પ્રબળ બનવાની સંભાવના

 આવતીકાલે રચનાર નવા પ્રધાનમંડળની રચનામાં જાતિવાદી પરિબળો ભાગ ભજવવાની પૂરેપૂરી સંભાવના છે. આગામી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓને ધ્‍યાનમાં રાખીને ભાજપ દ્વારા જાતિવાદી પરિબળોને ધ્‍યાને રાખવામાં આવી રહ્યુ હોવાનુ જાણકાર સુત્રો જણાવી રહ્યા છે. નવા પ્રધાનમંડળની રચના કોંગ્રેસની જૂની KHAM થિયરી આધારિત બનાવવામાં આવશે જેમાં કોળી, ક્ષત્રિય, દલિત, આદિવાસી અને પાટીદારનો દબદબો જોવા મળશે.

નવા મંત્રીમંડળની રચના બાદ મળશે કેબિનેટ બેઠક
ગાંધીનગર, તા.૧૬ઃ આવતીકાલે રાજ્યના નવા મંત્રી મંડળનુ વિસ્તરણ થવા જઈ રહ્નાં છે ત્યારે વિસ્તરણ બાદ સાંજે કેબિનેટ બેઠક મળશે આ કેબિનેટ બેઠકમાં નવા વરાયેલા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવશે.

(3:08 PM IST)