<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

મોંગોલિયાના રાષ્‍ટ્રપ્રમુખે સ્‍વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી

રાજકોટઃ મોંગોલિયાના રાષ્‍ટ્રપ્રમુખ હિઝ એક્‍સેલન્‍સી ઉખનાગીન ખુરલસુખ એ ભારતની તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન નવી દિલ્‍હી ખાતે આવેલા સ્‍વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી. તેમની સાથે વિદેશ મંત્રી બત્‍સેત્‍સેગ બત્‍મુંખસહિત મોંગોલિયાના પ્રતિનિધિમંડળ ના સભ્‍યો પણ ઉપસ્‍થિત રહ્યા હતા.તેમણે મંદિરમાં દર્શન કર્યા બાદ ભગવાન સ્‍વામિનારાયણના કિશોર સ્‍વરૂપ શ્રી નીલકંઠવર્ણીની મૂર્તિ પર અભિષેક કર્યો હતો. આ પ્રસંગે તેમણે વૈશ્વિક શાંતિ, સંવાદિતા અને બંને રાષ્‍ટ્રોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.બીએપીએસના  આધ્‍યાત્‍મિક વડા પરમ પૂજ્‍ય મહંત સ્‍વામી મહારાજ તરફથી રાષ્‍ટ્રપ્રમુખને એક આશીર્વાદ પત્ર પાઠવવામાં આવ્‍યો હતો. (૩પ-૮)

(4:21 PM IST)