<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ૪માંથી ૧ નેતાને જ મળશે ‘લાલબત્તી'

મંત્રીમંડળના વિસ્‍તરણમાં ભાજપમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ માટે પણ નિર્ણાયક ક્ષણ

 

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૧૬: ગુજરાતની રાજનીતિમાં હલચલ વચ્‍ચે હવે મંત્રીમંડળના વિસ્‍તરણનો ઐતિહાસિક દિવસ નિશ્‍ચિત થઈ ગયો છે. શુક્રવારે સવારે સાડા અગિયાર વાગ્‍યે ગાંધીનગર સ્‍થિત મહાત્‍મા મંદિરમાં નવા મંત્રીઓ શપથ લેશે. વિશ્વસનીય સૂત્રો મુજબ કેન્‍દ્રીય ગળહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી. નડ્ડા અને સંગઠન પ્રભારી બંસલ આજે સાંજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

સુપર એક્‍સક્‍લૂઝિવ માહિતી મળી છે કે, નવા મંત્રીમંડળમાં ડેપ્‍યુટી મુખ્‍યમંત્રી  પદની પણ શકયતા ખૂબ જ પ્રબળ છે. સૂત્રો જણાવે છે કે સૌરાષ્‍ટ્ર કે દક્ષિણ ગુજરાતમાંથી Dy. CM બની શકે છે. ભાજપ હાઇકમાન્‍ડ દાદા સરકારને વધુ મજબૂત કરવા માટે આ ફોર્મ્‍યુલા પર વિચાર કરી રહ્યું છે, જે પહેલેથી જ મહારાષ્‍ટ્ર અને રાજસ્‍થાન જેવા રાજ્‍યોમાં અજમાવવામાં આવ્‍યો છે.

દાદા સરકારનું નવું મંત્રીમંડળ લગભગ પૂર્ણ તૈયાર છે. વિશ્વસનીય સૂત્રો જણાવે છે કે મુખ્‍યમંત્રી સહિત કુલ ૨૩ થી ૨૫ સભ્‍યોનું નવું મંત્રીમંડળ હશે. આ મંત્રીમંડળમાં ૭૫ ટકા વર્તમાન મંત્રીઓ કપાઈ શકે છે, જ્‍યારે કેટલાક મંત્રીઓને પ્રમોશન મળવાની શકયતા છે. હર્ષ સંઘવીનું નામ પ્રમોશન માટે સૌથી મજબૂત દાવેદાર તરીકે આગળ છે.

સાથે સાથે મંત્રીમંડળના વિસ્‍તરણમાં ભાજપમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ માટે પણ નિર્ણાયક ક્ષણ આવી છે. સૂત્રો કહે છે કે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ચાર ધારાસભ્‍યોમાંથી એક ધારાસભ્‍યને સ્‍થાન મળી શકે છે, જેમાં સિનિયોરિટી પ્રમાણે અર્જુન મોઢવાડિયાનું નામ ચર્ચામાં છે. બાકી ત્રણ ધારાસભ્‍યોને હજુ રાહ જોવી પડી શકે છે.

આજે સાંજે વિધાનસભા ભાજપ પક્ષની બેઠક યોજાશે, જેમાં નવા મંત્રીમંડળને લઈને અંતિમ ચર્ચા થશે. ત્‍યારબાદ મોડી રાત સુધી નવનિયુક્‍ત મંત્રીઓને સૂચનાઓ આપવામાં આવશે. શપથવિધિ બાદ તાત્‍કાલિક રાજ્‍ય કેબિનેટની બેઠક યોજાઈ ખાતાની ફાળવણી કરવામાં આવશે.

રાજ્‍યના રાજકીય વર્તુળોમાં આ ફેરફારને લઈને ભારે ચર્ચા છે. મુખ્‍યમંત્રીએ મોટાભાગના જૂના મંત્રીઓને બદલીને નવી ટીમ સાથે આગળ વધવાનો નિર્ણય લીધો છે. આ પગલું આગામી લોકસભા અને વિધાનસભા બંને ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને રાજ્‍યમાં નવા સંતુલનનું રાજકીય ચિત્ર ઉભું કરે છે.

ધનતેરસના શુભ દિવસે નવા મંત્રીઓ પોતપોતાના વિભાગોનો ચાર્જ સંભાળી શકે છે એવી શકયતા છે. આમ દિવાળીના તહેવારોની શરૂઆત સાથે જ રાજ્‍યમાં નવા ચહેરા અને નવી દિશા સાથે શાસનકાર્ય શરૂ થશે. નવા મંત્રીમંડળમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્‍ટ્ર અને ઉત્તર ગુજરાતનો સંતુલિત પ્રતિનિધિત્‍વ રાખવામાં આવ્‍યું છે.(૨૩.૨૪)

(3:32 PM IST)