<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

શહેર ભાજપના જુના ઘરેણા (કાર્યકરો) ને નવો ચળકાટ આપતા વિશ્વકર્મા

ભાજપના નવનિયુકત પ્રદેશ અધ્‍યક્ષની પ્રથમ મુલાકાતમાં જ રાજકીય સમીકરણો બદલાશેનો અણસાર

 

રાજકોટ, તા. ૧૬ :  ગુજરાત ભાજપમાં લાંબી રાહ બાદ પ્રદેશ અધ્‍યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માજીની નિયુકતી કરવામાં આવીછ ે. દિવાળીના મહાપર્વ પહેલા તેમણે વિવિધ જીલ્લા-મહાનગરોનો પ્રવાસ પણ આરંભી દીધો છે. ગઇકાલે રાજકોટ-મોરબીના સંયુકત અભિવાદન સમારોહમાં વિશ્વકર્માજીનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઘણા સમયે ચકીત કરતી લોકોની જબ્‍બર હાજરી વચ્‍ચે વિશ્વર્માજીએ કાર્યકરોને  ઘરેણું ગણાવ્‍યા હતા. ત્‍યારે શહેર ભાજપના જુથવાદ વચ્‍ચે જુના ઘરેણા (કાર્યકરો)ને વિશ્વકર્માજીએ નવો ચળકાટ આપ્‍યો હતો.

શહેર ભાજપ દ્વારા આયોજીત સમારોહમાં તમામ શ્રેણીના કાર્યકરો, આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્‍યું હતું. તકનો લાભ લઇ હાલ લાઇમલાઇટમાં ન રહેલ નેતાઓ કાર્યક્રમમાં સંમીલીત થયા હતા અને આગળની હરોળમાં સ્‍થાન પણ મેળવ્‍યું હતું.

જયારે જગદીશ વિશ્વકર્માજી સમારોહ સ્‍થળના મંડપથી સ્‍ટેજ સુધી જઇ રહ્યા હતા ત્‍યારે શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નિતિનભાઇ ભારદ્વાજ, કચ્‍છના પ્રભારી કશ્‍યપભાઇ શુકલ તથા પૂર્વ મંત્રી અરવીંદભાઇ રૈયાણીને મળ્‍યા હતા. આ સમયે તેમણે નીતિનભાઇ ભારદ્વાજના ખભા ઉપર હાથ મુકી હળવી પળોમાં હાસ્‍ય સાથે વાતચીત પણ કરી હતી.છેલ્લા ઘણા સમયથી શહેર ભાજપમાં નાના-મોટા વિખવાદના દૃશ્‍યો સર્જાય છે, ભલે તે પછી મનપામાં હોય કે પાર્ટીમાં, જો કે વિશ્વકર્માજીની પ્રદેશ અધ્‍યક્ષ બન્‍યા બાદની પ્રથમ મુલાકાત પછી શહેરનું રાજકીય ગણીત કોર્પોરેશન ચૂંટણી, સંગઠન રચનામાં બદલાઇ શકે તો નવાઇ નહિ તેવું ચર્ચાય રહ્યું છે.   (૯.ર૧)

રંગીલા રાજકોટનો કેસરી રંગ

રાજકોટ : સૌરાષ્‍ટ્રના આંગણે આવેલા ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્‍યક્ષ શ્રી જગદીશ પંચાલજી નો રાજકોટ મહાનગર, રાજકોટ જિલ્લા અને મોરબી જિલ્લા દ્વારા ભવ્‍ય અભિવાદન સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં પૂર્વ ગવર્નર અને પૂર્વ પ્રદેશ અધ્‍યક્ષ શ્રી વજુભાઈ વાળા, પૂર્વ કેન્‍દ્રીય મંત્રી અને પૂર્વ પ્રદેશ અધ્‍યક્ષ શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, પૂર્વ મંત્રી અને પૂર્વ પ્રદેશ અધ્‍યક્ષ શ્રી આર.સી.ફળદુ, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, પ્રદેશ ઉપાધ્‍યક્ષ ડૉ.ભરતભાઈ બોઘરા, રાજકોટ મહાનગરના અધ્‍યક્ષ ડૉ.માધવભાઈ દવે, રાજકોટ જિલ્લાના પ્રમુખ શ્રી અલ્‍પેશ ઢોલરીયા, મોરબી જિલ્લાના પ્રમુખ શ્રી જયંતીભાઈ રાજકોટીયા સહિત હોદ્દેદારો, રાજ્‍ય સરકારના મંત્રીશ્રીઓ, ધારાસભ્‍યશ્રીઓ અને હજારોની સંખ્‍યામાં કાર્યકર્તાઓ તથા નગરજનો ઉપસ્‍થિત રહ્યાં. (૯.૧૭)

રાજકોટ નવી કોઇ વસ્‍તુ લાવે એ આખા ગુજરાતમાં પહોંચે

તહેવાર કેવી રીતે ઉજવાય એ  રાજકોટવાસીઓ પાસેથી શીખએઃ સૌરાષ્‍ટ્રમાં મીઠો આવકાર અને પ્રેમ મળ્‍યો

રાજકોટ : વિજય રૂપાણીને યાદ કરતા કહ્યું કે મને અમદાવાદ શહેર પ્રમુખની જવાબદારી આપી હતી તેમને હું આજે વંદન કરુ છું તેમજ તેઓએ જનસંઘ વખતના નેતાને યાદ કરતા કહ્યુ઼ રાજકોટના વિકાસમાં જેનો ફાળો છે એવા લોક સેવકો સહિત પ્રજાના પ્રેમી તમામ નેતઅઓ આજે સ્‍ટેજ પર ઉપસ્‍થિત છે.

દિવાળી પર્વની તૈયારી શરૂ થઇ ગઇ છે. રાજકોટનો પ્રેમ આજે છલકાયો છે. રાજકોટએ ગુજરાતનું ગ્રોથ એન્‍જીન છે. એટલે રાજકોટ માટે ગર્વ થાય. વેપારી હોય ઉદ્યોગપતિ હોય કે ખાણીપીણીની વાત હોય રાજકોટના વખાણ જરૂર થાય.

(3:35 PM IST)