<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુંન્દ્રાની મુશ્કેલી વધી : હાઈકોર્ટેનો ઝટકો: વિદેશ યાત્રા રદ કરી

₹60 કરોડની છેતરપિંડીના આરોપમાં ઘેરાયેલા શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાએ વિદેશ યાત્રા રદ કરી: બોમ્બે હાઇકોર્ટે મંજૂરી આપવા માટે ₹60 કરોડની રકમ જમા કરવાની શરત મૂકી હતી જે પૂરી થઇ નહોતી

મુંબઈ:બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુંદ્રા ફરી એકવાર કાયદાકીય મુશ્કેલીઓમાં ઘેરાયા છે. તેમની સામે રૂ.60 કરોડની છેતરપિંડીનો આરોપ છે, જેનો કેસ બોમ્બે હાઇકોર્ટમાં પેન્ડિંગ છે

.હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન, શિલ્પા અને રાજ કુંદ્રાએ વ્યાવસાયિક કારણોસર લોસ એન્જલસ સહિત અન્ય દેશોમાં વિદેશ યાત્રા પર જવાની મંજૂરી માગી હતી. જોકે, કોર્ટે પરવાનગી આપતા પહેલા એક કડક શરત મૂકી: તેમણે રૂ.60 કરોડની રકમ કોર્ટમાં જમા કરાવવી પડશે. આ શરત પૂરી ન કરી શકવાને કારણે, શિલ્પા શેટ્ટીએ અદાલતને પોતાનો પ્રસ્તાવિત પ્રવાસ રદ કરવાની જાણ કરી છે.

 

શિલ્પા અને રાજ કુંદ્રાએ છેતરપિંડીના કેસમાં તેમના વિરુદ્ધ બહાર પાડવામાં આવેલ લુકઆઉટ સર્ક્યુલર (LOC) ને રદ કરવા માટે પણ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે, હાઇકોર્ટે અત્યાર સુધીની સુનાવણીઓમાં તેમને કોઈ રાહત આપી નથી, જેના કારણે તેમની આંતરરાષ્ટ્રીય યાત્રાઓ પર અસર પડી છે.

 

આ સમગ્ર કેસની તપાસ મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) દ્વારા કરવામાં આવી રહી છે. લૉટસ કૅપિટલ ફાઇનાન્સિયલ સર્વિસિસના ડિરેક્ટર દીપક કોઠારીની ફરિયાદથી આ કેસ શરૂ થયો હતો.

 

(8:42 PM IST)