<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

ભાજપે બિહાર ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી : જેમાં મોદી-શાહ અને 40 નેતાઓના નામ સામેલ

પવનસિંહ હજુ સુધી સત્તાવાર રીતે પાર્ટીમાં જોડાયા નથી : પાર્ટીએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેને પણ પોતાના સ્ટાર પ્રચારક તરીકે નિયુક્ત કર્યા છે

નવી દિલ્હી : ભાજપે 2025 બિહાર વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પીએમ મોદી, 4 રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો સહિત 40 નેતાઓના નામ શામેલ છે. ભોજપુરી સ્ટાર પવન સિંહનો પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પવન સિંહ હજુ સુધી સત્તાવાર રીતે પાર્ટીમાં જોડાયા નથી, પરંતુ તેઓ પોતાને ભાજપના સાચા સૈનિક કહે છે.

પાર્ટીએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેને પણ પોતાના સ્ટાર પ્રચારક તરીકે નિયુક્ત કર્યા છે. પીએમ મોદી આ ચૂંટણી માટે સૌથી મોટા સ્ટાર પ્રચારક હશે. તેઓ અહીં ઘણી સભાઓ અને રેલીઓ કરશે.

બિહાર ભાજપના સ્ટાર પ્રચારકોની સંપૂર્ણ યાદી

નરેન્દ્ર મોદી
જગત પ્રકાશ નડ્ડા (જેપી નડ્ડા)
રાજનાથ સિંહ
અમિત શાહ
નીતિન ગડકરી
શિવરાજ સિંહ ચૌહાણ
ધર્મેન્દ્ર પ્રધાન
ગિરિરાજ સિંહ
યોગી આદિત્યનાથ
દેવેન્દ્ર ફડણવીસ
હિમંતા બિસ્વા સરમા
મોહન યાદવ
રેખા ગુપ્તા
સ્મૃતિ ઈરાની
કેશવ પ્રસાદ મૌર્ય
સી.આર. પાટીલ
દિલીપ કુમાર જયસ્વાલ
સમ્રાટ ચૌધરી
વિજય કુમાર સિન્હા
રેણુ દેવી
પ્રેમ કુમાર
નિત્યાનંદ રાય
રાધામોહન સિંહ
સાધ્વી નિરંજન જ્યોતિ
સતીશ ચંદ્ર દુબે
રાજ ભૂષણ ચૌધરી
અશ્વિની કુમાર ચૌબે
રવિશંકર પ્રસાદ
નંદ કિશોર યાદવ
રાજીવ પ્રતાપ રૂડી
સંજય જયસ્વાલ
વિનોદ તાવડે
બાબુલાલ મરાંડી
પ્રદીપ કુમાર સિંહ
ગોપાલજી ઠાકુર
જનક રામ
પવન સિંહ
મનોજ તિવારી
રવિ કિશન
દિનેશ લાલ યાદવ "નિરાહુઆ"

(10:13 PM IST)