હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મંત્રીમંડળના વિસ્તરણ પૂર્વે મુખ્યમંત્રી અને રાજ્યપાલની વચ્ચેની રાત્રી બેઠક રદ
હવે આવતીકાલે સવારે મુલાકાત: કંઈક મોટું રંધા ઈ રહ્યું છે ? ભારે સસ્પેન્સ

ગાંધીનગર: ગુજરાતના રાજકારણમાં ગતિવિધિઓ તેજ બની છે, ત્યારે આજે (ગુરુવાર) રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વચ્ચે યોજાનારી મહત્ત્વની મુલાકાત છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી છે. મંત્રીમંડળના વિસ્તરણની પ્રબળ અટકળો વચ્ચે આ મુલાકાત રદ થતાં અનેક રાજકીય તર્ક-વિતર્ક સર્જાયા છે.
સત્તાવાર સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચેની આ બેઠક હવે આવતીકાલે શુક્રવારે સવારે યોજાશે. જોકે, બેઠક રદ થવા પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે (ગુરુવારે) સવારે જ મંત્રીમંડળના તમામ સભ્યોના રાજીનામા લઈ લીધા હતા. આ તમામ રાજીનામાઓ ઔપચારિક રીતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને સોંપવા અને નવા મંત્રીમંડળની યાદી સુપરત કરવા માટે મુખ્યમંત્રી આજે રાત્રે રાજભવન જઈને મુલાકાત કરવાના હતા. પરંતુ હવે કાલે મળશે.
* શપથવિધિ: નવા મંત્રીમંડળનો શપથવિધિ કાર્યક્રમ આવતીકાલે શુક્રવારે, ૧૭ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાવાનો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવા મંત્રીઓને શપથ લેવડાવશે.
* રાજકીય માહોલ: મંત્રીમંડળમાં મોટા ફેરફારના સંકેતો વચ્ચે રાજકીય હલચલ વધી છે. ધારાસભ્યોને તાત્કાલિક ગાંધીનગર આવી જવાના આદેશ આપવામાં આવ્યા છે.
* કેન્દ્રીય નેતૃત્વની ભૂમિકા: કેન્દ્રીય નેતૃત્વના આદેશો બાદ જ આ વિસ્તરણ થઈ રહ્યું છે. સૂત્રોના મતે, આ વિસ્તરણમાં ડીજીટલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ચર્ચાઈ રહ્યું છે કે આ વખતે નાયબ મુખ્યમંત્રીનું પદ ફરી દાખલ થઈ શકે છે અને જુનિયર મંત્રી હર્ષ સંઘવીને કેબિનેટ પ્રમોશન કે નાયબ મુખ્યમંત્રીપદ મળી શકે છે. જોકે, આ અંગેની સત્તાવાર જાહેરાત આવતીકાલે જ થશે.
મુખ્યમંત્રી અને રાજ્યપાલની આવતીકાલે સવારની બેઠક બાદ ગુજરાતના નવા મંત્રીમંડળનું ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
