હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અરબ સાગરમાં તુરતમાં ચક્રવાતનો ખતરો મંડરાયો
દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ: ગુજરાત અને ઉ. ભારતનું વાતાવરણ સૂકું રહેશે
અરબ સાગરની સિસ્ટમ્સ પશ્ચિમી અને ઉત્તરીય રાજ્યોથી દૂર હોવાને કારણે ગુજરાત સહિત મોટાભાગના ઉત્તર અને મધ્ય ભારતમાં ચોમાસું લગભગ વિદાય લઈ ચૂક્યું છે અને વાતાવરણ સૂકું રહેશે

નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) અને અન્ય વેધર એજન્સીઓના જણાવ્યા અનુસાર, અરબ સાગર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી બે હવામાન પ્રણાલીઓને કારણે દેશના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં એક સંભવિત ચક્રવાતની ગતિવિધિ સક્રિય થઈ છે, જેનો સીધો અને સૌથી વધુ અસર દક્ષિણ ભારતના રાજ્યો પર જોવા મળશે.
અરબ સાગરમાં લો-પ્રેશર, ચક્રવાતી તોફાનની શક્યતા: હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ, દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ વિસ્તારમાં એક ચક્રવાતી પરિભ્રમણ (સાયકલોનીક સર્ક્યુલેશન) સક્રિય થયું છે. આ સિસ્ટમ્સ આગામી ૪૮ કલાક (આશરે ૧૮-૧૯ ઓક્ટોબર)માં લો-પ્રેશર એરિયામાં ફેરવાઈ શકે છે.
સમુદ્રી પરિસ્થિતિઓ અનુકૂળ રહે તો, આ લો-પ્રેશર વધુ તીવ્ર બનીને ૨૦ ઓક્ટોબરની આસપાસ ડિપ્રેશનમાં અને ત્યારબાદના સપ્તાહમાં ચક્રવાતી તોફાન (સાયક્લોનિક સ્ટોર્મ)માં પણ ફેરવાઈ શકે છે. જોકે, રાહતની વાત એ છે કે, હાલના પૂર્વાનુમાન મુજબ આ સંભવિત ચક્રવાત ભારતના દરિયાકાંઠાથી દૂર ઓમાન અથવા સોમાલિયાના કિનારા તરફ આગળ વધે તેવી પણ પૂરી સંભાવના છે, જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાને કોઈ મોટો ખતરો નથી.
કયા રાજ્યોમાં થશે ભારે વરસાદ ? આ સિસ્ટમ્સને કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને:
અતિ ભારે વરસાદ (હેવી ટુ વેરી હેપી રેઈન): આગામી થોડા દિવસો દરમિયાન લક્ષદ્વીપમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.
ભારે વરસાદ: કેરળ અને તમિલનાડુના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
મધ્યમથી ભારે વરસાદ: દક્ષિણી આંધ્ર પ્રદેશ અને દક્ષિણી કર્ણાટકના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડશે
હળવો વરસાદ: મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ અને દક્ષિણી મધ્ય પ્રદેશ ના કેટલાક વિસ્તારોમાં ખૂબ હળવા વરસાદની સંભાવના છે.
જ્યારે ગુજરાત સહિત ઉત્તર ભારતમાં સૂકું વાતાવરણ: અરબ સાગરની સિસ્ટમ્સ પશ્ચિમી અને ઉત્તરીય રાજ્યોથી દૂર હોવાને કારણે ગુજરાત સહિત મોટાભાગના ઉત્તર અને મધ્ય ભારતમાં ચોમાસું લગભગ વિદાય લઈ ચૂક્યું છે અને વાતાવરણ સૂકું રહેશે.
જે રાજ્યોમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે તેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
પહાડી વિસ્તારો સહિત પંજાબ, હરિયાણા, દિલ્હી * ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ * પશ્ચિમ બંગાળ, ઓડિશા સહિત છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ ના મોટાભાગના ભાગો.
ગુજરાત પર અસર: હાલમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ સૂકું અને ચોખ્ખું રહેવાની સંભાવના છે. જોકે, અરબ સાગરના મોસમી ફેરફારોને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી શકે છે.
ટૂંકમાં જોઈએ તો અરબ સાગરમાં ચક્રવાતની ચેતવણી: દક્ષિણ ભારતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: ગુજરાત સલામત: ભારતીય હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં એક લો-પ્રેશર એરિયા રચાઈ રહ્યું છે, જે સંભવત: આગામી સપ્તાહમાં ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ શકે છે. આ સિતમસનો મુખ્ય પ્રભાવ લક્ષદ્વીપ, કેરળ અને તમિલનાડુ પર પડશે, જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં પણ મધ્યમ વરસાદની સંભાવના છે.
બીજી તરફ, ગુજરાત, મહારાષ્ટ્રના ઉત્તરીય ભાગો, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને રાજસ્થાન સહિત મધ્ય અને ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં વાતાવરણ સૂકું અને ચોખ્ખું રહેશે. હાલના પૂર્વાનુમાન મુજબ, આ સંભવિત ચક્રવાતનો ભારતના કિનારા પર લેન્ડફોલ થવાનો કોઈ મોટો ખતરો નથી.
આ સાથે અત્યારે ગુરુવારે રાત્રે ૧૨ વાગે લેવામાં આવેલ ઇન્સર્ટ ઉપગ્રહની તસવીર નજરે પડે છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
