હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પંજાબના લાંચિયા ડીઆઇજી પાસેથી રૂ.૫ કરોડ રોકડા, દોઢ કિલો સોનું, લક્ઝુરિયસ ગાડીઓ પકડાઈ
રોપડના ડીઆઈજી ભુલ્લરને CBIએ રૂ.૫ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા હતા

રોપડ તા.૧૭: પંજાબમાં રૂ. પાંચ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયેલો ડીઆઈજી હરચરણ ભુલ્લર પાસેથી પુષ્કળ સંપત્તિ મળી આવી છે. સીબીઆઈના દરોડામાં ડીઆઈજી અને તેના સાહતિના ઠેકાણાં પરથી રૂ. પાંચ કરોડ રોકડ, ૧.૫ કિલો સોના ઉપરાંત મર્સિડીઝ, ઔડી જેવી લક્ઝુરિયસ ગાડીઓની ચાવી મળી છે. ડીઆઈજીના ઠેકાણાઓ પરથી મળેલી રોકડની ગણતરી હજુ ચાલુ છે, જેના કારણે આંકડો હજુ મોટો થઈ શકે છે.
રોપડના ડીઆઈજી હરચરલ ભુલ્લરને સીબીઆઈએ ગુરુવારે રાત્રે રૂ.પાંચ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો હતો. ત્યારબાદ તેના ઠેકાણાઓ પર દરોડા પડાયા હતા. દરોડામાં સીબીઆઈને કરોડોની રોકડ, સોના-ચાંદીા ઘરણા, કેટલાક ફલેટ અને જમીનના કાગળો ઉપરાંત મર્સિડીઝ-ઔડી જેવી લક્ઝુરિયસ કારની ચાવીઓ મળી છે. સીબીઆઈએ પંજાબ પોલીસના ડીઆઈજી ઉપરાંત ખાનગી વ્યક્તિને લાંચ કેસમાં પકડી લીધા છે. ડીઆઈજીના ભ્રષ્ટાચાર સામે અનેક ફરિયાદો ઊઠી હતી. એક અરજદારે રૂ.આઠ લાખની લાંચના મામલે રજૂઆત કરતાં સીબીઆઈ દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યુ હતું. દરોડામાં કરોડો રૂપિયા ઉપરાંત લક્ઝરી સામાન પણ જપ્ત કરાયો છે. લાંચિયો ડીઆઈજી ભુલ્લર ૨૦૦૯ બેચનો આઈપીએસ અધિકારી છે. તે હાલમાં રૂપનગર રેન્જમાં ડીઆઈજી તરીકે કાર્યરત છે.
સીબીઆઈના જણાવ્યા અનુસાર, ડીઆઈજીએ તેના એક વચેટિયા મારફતે રૂ.૮ લાખની લાચ માગી હતી. પોલીસ મથકમાં નોધાયેલી ફરિયાદમાં કોઈ કાર્યવાહી ન કરવા માટે નાણા માગવામાં આવ્યા હતા. ભુલ્લર દર મહિને હપ્તા ઉઘરાવવા ઉપરાંત અનેક કેસોમાં પતાવટના નામે લાખો રૂપિયા ઉઘરાવતો હોવાની ફરિયાદો વ્યાપક બની હતી. ઉચ્ચ અધિકારીના કરતૂતો અંગે જાણ થતાં સીબીઆઈ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. એક અરજદાર પાસે ખોટી રીતે નાણા પડાવવા જતાં ભુલ્લર પકડાઈ ગયો હતો. ભુલ્લરે લાંચના નાણાં ઉઘરાવવા માટે એક વચેટિયો રાખ્યો હતો, જે પોલીસ કર્મચારી ન હતો. ભુલ્લરના આ વચેટિયા પાસે પણ પુષ્કળ સંપત્તિ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
