તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Friday, 17th October 2025
ભારતે પહેલી ચિપ બનાવી અમેરિકા મોકલી પણ દીધી
ગુજરાતમાં બનાવેલું સૌપ્રથમ ચિપ મોડ્યુલ કેલિફોર્નિયા મોકલાયું ટ્રમ્પે ભારત પર પ૦ ટકા ટેરિફ નાંખ્યો છે અમેરિકા ફાંફા મારે છે ત્યારે ભારતે સેમીકંડક્ટર સેક્ટરમાં આગેવાન થવા માટે દોટ શરૂ કરી દીધી છે

નવી દિલ્હી, તા.૧૭: અમેરિકન પ્રમુખ ટ્રમ્પ આવ્યા ત્યારથી ટેરિફ-ટેરિફ કરતાં રહ્યા છે. બીજી બાજુએ ભારતમાં જ બનાવવામાં આવેલું સૌપ્રથમ ચિપ મોડ્યુલ અમેરિકા પહોંચી પણ ગયું છે. ગુજરાતના સાણંદના કેન્સ સેમિકોનના પ્લાન્ટમાં બનેલું આ મોડ્યુલ મલ્ટિ-ચિપ મોડયુલ છે. તેને કેલિફોર્નિયા મોકલવામાં આવ્યું છે. સરકાર અને કંપનીના પ્રયત્નોથી આ સફળતા મળી છે, જે ભારતના સેમીકંડક્ટર ઉદ્યોગ માટે મહત્ત્વની છે.
આમ ટ્રમ્પે ભારત પર લગાવેલા ૫૦, ટકા ટેરિફની વચ્ચે દેશે વધુ એક સિદ્ધિ મેળવી લીધી છે. ભારતમાં સેમીકંડક્ટર સેક્ટરની પ્રથમ ચિપ બનીને તૈયાર થઈ ચૂકી છે અને તે બજારમાં પણ આવી ચૂકી છે. તેની નિકાસ થવા લાગી છે.
ગુજરાતના સાણંદના પ્લાન્ટમાં બનેલું મોડેલ્લુ અમેરિકામાં કેલિફોર્નિયા સ્થિત આલ્ફા એન્ડ ઓમેગા સેમી કંડક્ટર (એઓએસ)ને મોકલવામાં આવ્યું છે. સનીવેલ સ્થિત કંપની આલ્ફા એન્ડ ઓમેગા સેમીકંડક્ટરને લગભગ ૯૦૦ ઇન્ટેલિજન્ટ પાવર મોડ્યુલ (આઇપીએમ) મોકલ્યાના અહેવાલ છે.
એક ઇન્ટેલિજન્ટ પાવર મોડ્યુલ એક ઇલેક્ટ્રોનિક ચિપ હોય છે, જે વીજળી પ્રવાહને નિયંત્રિત અને સંરક્ષિત કરવા માટે ઉપયોગ કરવામાં આવતા સ્પેરપાર્ટ્સને એકસાથે જોડે છે. આના કારણે તે મોટર જેવા ઉપકરણોને વધુ સુચારુ રીતે અને કુશળતાપૂર્વક ચલાવવામાં મદદ કરે છે. તેની સાથે જગ્યાની બચત અને વીજળી નિયંત્રણને સરળ કરે છે.
સાણંદ ઓએસએટી પ્લાન્ટ ભારત સેમીકંડક્ટર મિશન ૧.૦ હેઠળ કેન્દ્ર સરકારના ૧,૬૫૩ કરોડના રોકાણની મદદથી સ્થાપવામાં આવ્યું હતું. કંપનીની એપ્રિલમાં શરૂ થયું હતું. કંપનીના સીઈઓ રધુ પનિકરે જણાવ્યું હતું કે કે આ પોતાના જેવું એક અનોખુ અને આગવું મોડેલ છે. તેમાં ૧૭ડાઈ, ૬ આઇજીબીટી, બે કંટ્રોલર આઈસી (ઈન્ટિગ્રેટેડ સર્કિટ), છ એફઆરડી (ફાસ્ટ રિકવરી ડાયોડ) અને ત્રણ ડાયોડ છે, જે આ ક્ષેત્રમાં સૌથી ઉચ્ચસ્તરીય મોડયુલોમાંથી એક બને છે. જર્મન ચિપ કંપની ઇન્ફિનિયને આ ક્ષેત્રમાં અગ્રણી કંપની છે.
તેમણે જણાવ્યું હતે કંપનીઓ સિગલ ડાઈ પેકેજિગ પર વિચારણા કરી રહી છે. આ એક જાટિલ ચિપ છે. અમે તેને એસેમ્બલ કરી, ગુણવત્તાની ચકાસણી કરી, એઓએસ માટે માર્કિગ અને પેકેજિગ કર્યું અને સાણંદ પ્લાન્ટમાંથી બહાર પાડી. અમારી ક્ષમતા ત્રણ હજાર પીસ બનાવવાની છે. આગામી મહિને વધુ એક શિપમેન્ટ મોકલીશું. કેન્સ સેમીકોનને સપ્ટેમ્બર ૨૦૨૪માં ભારતીય સેમીકંડક્ટર યોજના હેઠળ કેન્દ્ર સરકારની મંજૂરી મળી હતી. તેણે ૩, ૩૦૦ કરોડનું રોકાણ કર્યું છે. આ પ્લાન્ટને પ્રતિ દિન ૬૦ લાખ ચિપ બનાવવાની ક્ષમતા મુજબ ડિઝાઈન કરાયો છે.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
