હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 17th October 2025
પોરબંદરવાસીઓમાં હરખઃ અર્જુનભાઇ મોઢવાડિયાના મંત્રીપદને આવકાર
ભાજપ કાર્યાલય પાસે આગેવાનો- કાર્યકરોએ ફટાકડા ફોડી લોકોના મ્હોં મીઠા કરાવ્યા : અર્જુનભાઇ મોઢવાડિયાને મહેસુલ અથવા શિક્ષણ ખાતાના પ્રધાન બનાવાય તેવી સંભાવના

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૭: રાજયના નવા મંત્રીમંડળમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયાનો સમાવેશ કર્યાની જાહેરાતથી પોરબંદરવાસીઓમાં હરખ છવાયો છે. અર્જુનભાઇના રાજયના મંત્રીપદને લોકો આવકારી રહયા છે. રાજયના નવા મંત્રી મંડળમાં સમાવેશ થયેલ અર્જુનભાઇ મોઢવાડિયાને રાજયનું મહેસુલ ખાતુ અથવા શિક્ષણ ખાતા જેવી મહત્વની જવાબદારી સોંપાઇ તેવી શકયતા છે.
ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયાને મંત્રીપદ મળ્યા બાદ અર્જુનભાઇને શપથવિધિ માટે ફોન આવ્યાનું જાણવા મળે છે. રાજયમંત્રી મંડળમાં અર્જુનભાઇને મંત્રીપદનું જાહેર થતા શહેર ભાજપ કાર્યાલયે ભાજપના આગેવાનો- કાર્યકરો એકઠા થઇને ફટાકડા ફોડીને લોકોના મ્હોં મીઠા કરાવીને અર્જુનભાઇના મંત્રીપદને વધાવ્યા હતા.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
