<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની મુલાકાત

રાજ્‍યપાલ સમક્ષ મંત્રી મંડળના સભ્‍યોની શપથવિધિ યોજવા બાબતે અનુમતિ માંગવામાં આવી

અમદાવાદ, તા.૧૭: ગાંધીનગરમાં રાજભવન ખાતે આજે રાજ્‍યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્‍યાન મુખ્‍યમંત્રીશ્રીએ ગુજરાતના મંત્રી મંડળની વર્તમાન સ્‍થિતિ અંગે રાજ્‍યપાલશ્રીને માહિતગાર કર્યા હતા. તેમજ રાજ્‍યપાલશ્રી પાસેથી મંત્રી મંડળના સભ્‍યોની શપથવિધિ યોજવા અનુમતિ માંગી હતી.

 

(1:34 PM IST)