હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

રાજકોટ, તા. ૧૭ : ગુજરાતમાં ભુપેન્દ્રભાઇ પટેલની સરકારનું આજે વિસ્તરણ થયું છે. તમામ જિલ્લાઓને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ થયો છે. લગભગ જિલ્લામાંથી એક-એક મંત્રી છે. અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર વિગેરે મહાનગરોમાંથી ધારાસભ્યને મંત્રી પદ અપાયું છે. રાજકોટ મહાનગરમાંથી મંત્રી પદે કોઇનો સમાવેશ થયો નથી. શહેર અને ગ્રામ્યનું પ્રતિનિધિત્વ કરતા ભાનુબેન બાબરીયાની બાદબાકી કરી નાખવામાં આવી છે. ગ્રામ્યમાંથી એક માત્ર કુંવરજીભાઇ બાવળીયા મંત્રી રહ્યા છે. રાજકોટ શહેરમાંથી કોઇ મંત્રી ન હોય તેવું ભાજપના શાસનમાં પ્રથમ વખત બન્યું છે. કોઇ કહેવાતા ચાણકય કે સગવડીયા સમીકરણ આ વખતે રાજકોટ શહેરને મંત્રી પદ અપાવી શકયા નથી.
ગુજરાતમાં સૌ પ્રથમ વાર ૧૯૯પમાં ભાજપની સરકાર આવી ત્યાથી આજ સુધીમાં ૩૦ વર્ષમાં (રાજપા સરકાર વખતે ઉમેશ રાજયગુરૂ મંત્રી હતા) શહેરના કોઇને કોઇ ધારાસભ્યને સરકારમાં મંત્રી પદ મળતું રહ્યું છે. છેલ્લા ૩ દાયકામાં નરેન્દ્રભાઇ મોદી, વજુભાઇ વાળા, વિજયભાઇ રૂપાણી, ભાનુબેન બાબરીયા, ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી વિગેરે સરકારમાં રહી ચુક્યા છે. શહેરના ત્રણ ધારાસભ્ય ઉદય કાનગડ, ડો. દર્શિતા શાહ અને રમેશ ટીલાળા પૈકી કોઇને મંત્રી પદ મળશે તેવી ધારણા ધરાશયી થઇ ગઇ છે. હવે આ પૈકી કોઇને આશ્વાશન રૂપે સંસદીય સચિવ પદે મળી શકે છે.
૩ દિવસ પહેલા ભાજપના નવા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા રાજકોટનો રાજકીય અને અન્ય ક્ષેત્રનો મહિમા વર્ણવી ગયા હતા. આજે મંત્રીમંડળમાંથી રાજકોટ શહેર વેતરાઇ ગયું છે. મંત્રીપદ સંભાળી અને શોભાવી શકે તેવી પ્રતિભાનો અભાવ, રાજય કક્ષા રાજકોટના કથિત રાજકીય વાતાવરણની છબી વિગરે કારણોસર રાજકોટ મંત્રીપદની વંચિત રહી ગયું હોય તેવી ચર્ચા છે. મંત્રીમંડળની રચના વખતે અનેક બાબતો ધ્યાને લેવાતી હોય છે. હવે સંગઠનમાં રાજકોટને કંઇક નોંધ પાત્ર મળે તેવી કાર્યકરોને આશા છે. (૯.૧૫)
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM