<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

ભૂપેન્‍દ્ર પટેલની નવી ટીમમાં ૬ દિગ્‍ગજો રિપીટ

ખાતાની ફાળવણી પર સસ્‍પેન્‍સ !

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૧૭: ગુજરાતમાં ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતળત્‍વ હેઠળની ભાજપ સરકારે રાજ્‍યના મંત્રીમંડળનું વિસ્‍તરણ કર્યું છે નવા મંત્રીમંડળમાં મુખ્‍યમંત્રી સિવાય જે ૬ મંત્રીઓનું પુનરાવર્તન થયું છે તેમાં નીચેના દિગ્‍ગજોનો સમાવેશ થાય છેઃ

ઋષિકેશ પટેલ

કુંવરજી બાવળીયા

પરષોત્તમ સોલંકી

પ્રફુલ પાનસેરિયા

હર્ષ સંઘવી

કનુ દેસાઈ

પહેલાં કોની પાસે કયું ખાતું હતું?

જોકે આ ૬ મંત્રીઓએ રાજીનામું આપી દીધું હોવાથી, તેમને નવા મંત્રીમંડળમાં કયા ખાતા ફાળવવામાં આવશે તે અંગે રાજકીય વર્તુળોમાં ભારે અટકળો ચાલી રહી છે. અગાઉ, તેમની પાસે નીચે મુજબના મહત્ત્વપૂર્ણ વિભાગો હતા.

ઋષિકેશ પટેલઃ આરોગ્‍ય, પરિવાર કલ્‍યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્‍ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્‍યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો.

(4:08 PM IST)