News of Friday, 17th October 2025
દાદાની ટીમમાં રીવાબા જાડેજા સૌથી નાની ઉંમરના મંત્રી, સૌથી મોટા કેબિનેટ મંત્રીની ઉંમર ૭૪ વર્ષ!

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૧૭: ઘણા લાંબા સમયથી ચાલતી રાજકીય અટકળો અને રાજકીય ઘટનાક્રમ બાદ આખરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી ટીમે શપથગ્રહણ કરી લીધા છે. સીએમ સિવાય મંત્રીમંડળમાં કુલ ૨૬ નેતાઓને સ્થાન મળ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં ૫ નેતાઓએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. જ્યારે ૩ નેતાને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. ઉપરાંત ૧૨ નેતાઓએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે.
સૌથી નાની વયના મંત્રી કોણ? : ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં સૌથી યુવા મંત્રી જામનગર ઉત્તરના ધારાસભ્ય અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા છે. તેમની ઉંમર ૩૪ વર્ષ છે અને તેમણે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે.
સૌથી મોટી ઉંમરના મંત્રી કોણ? :ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં સૌથી વધુ ઉંમરના મંત્રી પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ છે. તેમની ઉંમર ૭૪ વર્ષ છે. તેઓ દાદાની સરકારમાં નાણામંત્રી તરીકેની જવાબદારી નીભાવતા હતા. જ્યારે ફરી તેમને કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે રિપીટ કરાયા છે.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
