<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

રાજયના મંત્રીપદ તરીકે શપથ લેતા અર્જુનભાઇ મોઢવાડિયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૭:  રાજયમંત્રી મંડળમાં મંત્રી તરીકે અર્જુનભાઇ મોઢવાડીયાએ રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્‍થિતિમાં હોદ્દાના શપથ લીધા હતા.

જયારે અર્જુનભાઇ કોંગ્રેસમાં હતા ત્‍યારે વિધાનસભાના દંડક તરીકે જવાબદારી સંભાળી હતી. અર્જુનભાઇ ભૂતકાળમાં પ્રદેશ પ્રમુખની જવાબદારી પણ સંભાળી ચુકયા છે. તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્‍યા બાદ તેમનો પોરબંદર વિધાનસભા બેઠક રેકર્ડ બ્રેક લીડથી વિજય થયો હતો.

ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી ગયા હતા ત્‍યારપછી અર્જુનભાઇનો રાજયમંત્રી મંડળમાં સમાવેશ કરાયો છે.

(4:07 PM IST)