<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

મનસુખભાઇ, અર્જુનભાઇ અને રામભાઇના માધ્‍યમથી પોરબંદરનો વધુ વિકાસ થશે : બાબુભાઇ બોખીરીયા

કેન્‍દ્રમાં એક મંત્રી અને એક સાંસદ તથા રાજયમાં એક મંત્રીનો લાભ પોરબંદર અને જીલ્લાને મળશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૭ : આજે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ  સરકારનો નવા મંત્રીઓનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. જેમાં પોરબંદરના ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયાને પણ મંત્રી મંડળમાં સમાવવામાં આવ્‍યા છે.

જે અંગે પોરબંદરના પુર્વ ધારાસભ્‍ય અને રાજયના પુર્વ મંત્રી બાબુભાઇ બોખીરીયાએ જણાવ્‍યું છે કે, અર્જુનભાઇ મોઢવાડીયાનો રાજય સરકારમાં મંત્રી મંડળમાં સમાવેશ કરવાથી પોરબંદર અને જીલ્લાનો વધુ વિકાસ થશે. પોરબંદરના સાંસદ ડો.મનસુખભાઇ માંડવીયા પણ કેન્‍દ્રમાં મંત્રી તરીકે કાર્યરત છે. તેમજ મૂળ પોરબંદરના રામભાઇ મોકરીયા પણ રાજયસભાના સાંસદ તરીકે કાર્યરત છે. ત્‍યારે ડો.મનસુખભાઇ માંડવીયા, અર્જુનભાઇ મોઢવાડીયા અને રામભાઇ મોકરીયાના માધ્‍યમથી પોરબંદર અને જીલ્લાનો વિકાસ  વધુ વેગવંતો થશે. 

(3:52 PM IST)