હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આસામ: તીનસુખિયાના કાકોપાથરમાં ઉલફા આઈ દ્વારા આર્મી કેમ્પ પર હુમલો, ત્રણ જવાન ઘાયલ; બદલો લેવાની ધમકી

આસામના તીનસુખિયા જિલ્લાના કાકોપાથર વિસ્તારમાં આજે શુક્રવારે વહેલી સવારે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન "યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (સ્વતંત્ર) - ઉલ્ફા(આઈ)"ના સભ્યો દ્વારા સુરક્ષા દળોના કેમ્પ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ હુમલામાં ભારતીય સેનાના ત્રણ જવાનોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
સેના દ્વારા ત્વરિત અને અસરકારક જવાબી કાર્યવાહી કરવામાં આવતા આતંકવાદીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઉલ્ફા(આઈ) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે અને તેને 'ઓપરેશન વેન્જિયન્સ' (બદલાની કાર્યવાહી)નો ભાગ ગણાવ્યો છે.
સંરક્ષણ પ્રવક્તાના જણાવ્યા મુજબ, અજાણ્યા આતંકવાદીઓએ ચાલુ વાહનમાંથી ઓટોમેટીક હથિયારો વડે ફાયરિંગ કર્યું હતું.
આર્મી અને પોલીસે સંયુક્ત રીતે વિસ્તારને કોર્ડન કરીને આતંકવાદીઓને પકડવા માટે સારી ચોપરેશન શરૂ કરી દીધેલ છે. આ વિસ્તાર આસામ અને અરુણાચલ પ્રદેશની આંતરરાજ્ય સરહદની નજીક આવેલો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
