<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

રાજસ્થાનની રાજનીતિમાં ગરમાવો!: અંતા વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપે મોરપાલ સુમનને મેદાનમાં ઉતાર્યા

મોરપાલ સુમનને ટિકિટ આપવાનો નિર્ણય ભાજપની સ્થાનિક સમીકરણોને મજબૂત કરવાની વ્યૂહરચનાનો ભાગ માનવામાં આવે છે

જયપુર : રાજસ્થાનની રાજનીતિમાં આગામી વિધાનસભા પેટાચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ આજે અંતા વિધાનસભા મતવિસ્તારની મહત્વપૂર્ણ બેઠક માટે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી છે.

અંતાની બેઠક માટે ભાજપે મોરપાલ સુમનને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા સુમનના નામ પર અંતિમ મહોર મારવામાં આવી છે. આ જાહેરાત સાથે જ આ બેઠક પર રાજકીય ગરમાવો વધી ગયો છે.

મોરપાલ સુમનને ટિકિટ આપવાનો નિર્ણય ભાજપની સ્થાનિક સમીકરણોને મજબૂત કરવાની વ્યૂહરચનાનો ભાગ માનવામાં આવે છે. વિપક્ષી દળો તરફથી હજી ઉમેદવારની જાહેરાત થવાની બાકી છે, પરંતુ આ જાહેરાતથી સ્પષ્ટ છે કે અંતા બેઠક પર જોરદાર ટક્કર જોવા મળશે. હવે સૌની નજર મોરપાલ સુમનના પ્રચાર અને વિપક્ષના જવાબ પર રહેશે.

 

(8:25 PM IST)