<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો મોટો દાવો: ભારતનો લોજિસ્ટિક્સ ખર્ચ ડિસેમ્બર સુધીમાં 'સિંગલ ડીજીટ'માં આવી જશે

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે ભારતનો લોજિસ્ટિક્સ (પરિવહન) ખર્ચ આ વર્ષે ડિસેમ્બર સુધીમાં ઘટીને એકલ અંક (સિંગલ ડિજિટ) માં આવી જશે. તેમનું કહેવું છે કે આનાથી ભારતીય ઉદ્યોગ અને નિકાસ બંને વધુ સ્પર્ધાત્મક બનશે. 

હાલમાં દેશમાં આ ખર્ચ ઘણો વધારે છે, જ્યારે યુએસ અને યુરોપમાં તે લગભગ ૧૨ ટકા અને ચીનમાં ૮-૧૦ ટકાની વચ્ચે છે. 

ગડકરીએ વધુમાં ઉમેર્યું હતું કે ભારતીય ઓટોમોબાઇલ ઉદ્યોગનું કદ હવે વધીને ૨૨ લાખ કરોડ રૂપિયા થયું છે અને તે ૪ લાખ યુવાનોને રોજગારી પૂરી પાડે છે.

 

(10:19 PM IST)