<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

લદ્દાખ હિંસાની તપાસ: સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ બી.એસ. ચૌહાણના અધ્યક્ષપદે કેન્દ્રએ ન્યાયિક પંચની રચના કરી

હિંસાના કારણો, ઘટનાક્રમ અને તેને કાબૂમાં લેવા માટે લેવાયેલા પગલાંની સંપૂર્ણ તપાસ કરશે.

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ લદ્દાખમાં થયેલી હિંસાની ઘટનાઓની તપાસ માટે એક ન્યાયિક પંચ (જ્યુડિશિયલ કમિશન) ની રચના કરી છે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ (નિવૃત્ત) બી.એસ. ચૌહાણ ને આ પંચના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. 
આ પંચ હિંસાના કારણો, ઘટનાક્રમ અને તેને કાબૂમાં લેવા માટે લેવાયેલા પગલાંની સંપૂર્ણ તપાસ કરશે. 
લદ્દાખમાં પૂર્ણ રાજ્યનો દરજ્જો અને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરવાની માંગણી સાથે થયેલા પ્રદર્શનો દરમિયાન આ હિંસા ફાટી નીકળી હતી



 

(10:31 PM IST)