<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

ભારતનો ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીનો ખેલ ખતમ: બેલ્જિયન કોર્ટે ભારતની પ્રત્યાર્પણ વિનંતીને માન્ય રાખી: ભારત લાવવાનો માર્ગ મોકળો થયો

ભારતે બેલ્જિયમની કોર્ટને ખાતરી આપી કે ચોક્સીને મુંબઈની આર્થર રોડ જેલમાં માનવ અધિકારો મુજબની સુવિધાઓ સાથે રાખવામાં આવશે

પંજાબ નેશનલ બેંક (પીએનબી) કૌભાંડનો મુખ્ય આરોપી અને ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી ને ભારત લાવવાનો માર્ગ મોકળો થયો છે. 

બેલ્જિયમની એક કોર્ટે ભારતની પ્રત્યાર્પણ (એક્સ્ટ્રાડિશન - ભારતને સોંપી આપવાની) વિનંતીને માન્ય રાખીને ચોક્સીના પ્રત્યાર્પણનો આદેશ આપ્યો છે. 

ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદી બંને ભારતમાં વોન્ટેડ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, કોર્ટે ભારતની પ્રત્યાર્પણ વિનંતીને માન્ય રાખતો પ્રાથમિક આદેશ જારી કર્યો છે. 

અગાઉ ભારતે બેલ્જિયમની કોર્ટને ખાતરી આપી હતી કે ચોક્સીને મુંબઈની આર્થર રોડ જેલમાં માનવ અધિકારો મુજબની સુવિધાઓ સાથે રાખવામાં આવશે.

 

(10:20 PM IST)