હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 17th October 2025
નાણામંત્રી નિર્મલા સીતારમણ, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને માહિતી-પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ કાલે ધનતેરસના અવસરે બપોરે પત્રકાર પરિષદને સંબોધશે
તહેવારોના આર્થિક માહોલ, દેશની અર્થવ્યવસ્થા, વાણિજ્ય નીતિઓ અથવા જાહેર ક્ષેત્રના પ્રોજેક્ટ્સ સંબંધિત કોઈ મોટી જાહેરાત અથવા નીતિગત નિર્ણયોની ઘોષણા થવાની સંભાવના

નવી દિલ્હી :કેન્દ્રીય નાણાં મંત્રી (એફએમ) નિર્મલા સીતારમણ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી (કોમર્સ મીન) પીયૂષ ગોયલ અને માહિતી અને પ્રસારણ મંત્રી (આઇ એન્ડ બી મીન) અશ્વિની વૈષ્ણવ આવતીકાલે ધનતેરસના શુભ અવસર પર બપોરે એક સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરશે.
આ પત્રકાર પરિષદમાં સરકાર દ્વારા તહેવારોના આર્થિક માહોલ, દેશની અર્થવ્યવસ્થા, વાણિજ્ય નીતિઓ અથવા જાહેર ક્ષેત્રના પ્રોજેક્ટ્સ સંબંધિત કોઈ મોટી જાહેરાત અથવા નીતિગત નિર્ણયોની ઘોષણા થવાની સંભાવના છે.
સામાન્ય રીતે ધનતેરસ અને દિવાળીના સમયમાં સરકાર દ્વારા નાના વ્યવસાયો અને ગ્રાહકોને પ્રોત્સાહન આપતી જાહેરાતો કરવામાં આવતી હોય છે.)
(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
