હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પર્યટન સ્થળો હાઉસફુલઃ હોટેલ્સમાં ઉઘાડી લૂંટઃ ભાવ ત્રણ ગણા વધ્યા..!
દિવાળીની પીક સીઝન ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ઈન્ડસ્ટ્રી માટે ‘હોટ કેક' બની ગઈઃ લાંબા વેકેશન ઉપરાંત દિવાળીથી માંડીને રવિવાર સુધીની સાત દિવસની રજાને પગલે આ વખતે વેકેશનમાં લોકલ અને ઈન્ટરનેશનલ ટૂર્સની ડિમાન્ડ જબરજસ્ત રીતે વધી રાજસ્થાન સહિતની હોટેલના બુકિંગના ફાંફાં, ૩૦૦૦ની રૂમના ભાવ ૧૦,૦૦૦ સુધી પહોંચ્યા

નવી દિલ્હી તા.૧૮: દિવાળીની પીક સીઝન ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ઈન્ડસ્ટ્રી માટે ‘હોટ કેક' બની ગઈ છે. હાલમાં દિવાળીના લાંબા વેકેશન ઉપરાંત દિવાળીથી માંડીને રવિવાર સુધીની સાત દિવસની રજાને પગલે આ વખતે વેકેશનમાં લોકલ અને ઈન્ટરનેશનલ ટૂર્સની ડિમાન્ડ જબરજસ્ત રીતે વધી છે. અમદાવાદીઓના પ્રિય એવા રાજસ્થાન, ગોવા, કાશ્મીર, કેરળ જેવા હોટ ફેવરિટ ડેસ્ટિનેશનો માટેના બુકિગ મેળવવાના ફાંફાં પડી રહ્યા છે. હોટેલમાલિકો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે અને ભાવમાં પણ ત્રણથી ચાર ગણો વધારો કરી નાખ્યો છે. ફલાઈટ્સની ટિકિટ પણ બેથી ત્રણ ગણી મોંઘી થઈ ગઈ છે જ્યારે પર્યટન સ્થળોની ટ્રેનો પણ હાઉસફૂલ છે, છતાં હરવા-ફરવાના શોખીનો ગમે તેટલો ખર્ચ કરીને પણ દિવાળીનું વેકેશન ફ્રેન્ડ્ઝ અને ફેમિલી સાથે માણવા તૈયારી કરી રહ્યા છે.
ટૂર એન્ડ ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોનું કહેવું છે કે, રાજસ્થાન, ગોવા, કેરળ, કાશ્મીર જેવા ગુજરાત બહારના રાજ્યોના પર્યટન સ્થળોની ડિમાન્ડ સૌથી વધુ છે. તે ઉપરાંત ગુજરાતમાં ગીર, સોમનાથ, દ્વારકા, કચ્છ, નડાબેટ જેવા સ્થળોએ પણ હોટેલ્સના બુકિગમાં તેજી જોવા મળી રહી છે. દુબઈ, શ્રીલંકા, થાઈલેન્ડ, ભુટાન જેવા ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશન્સ અને ઉજ્જૈન, સોમનાથ, દ્વારકા, અંબાજીથી લઈને તિરૂપતિ-જગન્નાથજી જેવા ધાર્મિક સ્થળોના બુકિગ સારા પ્રમાણમાં થયા છે.
હોટેલોના ભાવમાં થયેલો હાલના વધારો પણ વધી રહેલી ડિમાન્ડની ચાડી ખાય છે. હાલ રાજસ્થાન, કેરળ, ગોવા જેવા કોઈ પણ હોટ ડેસ્ટિનેશન માટેની હોટેલોના ભાવ ઓનલાઈન બુકિગ એપ્સ પર ત્રણથી ચાર ગણા થઈ ગયાનું દર્શાવે છે. સામાન્ય દિવસોમાં ડ્ડ૨૫૦૦થી ડ્ડ૩૦૦૦ સુધીની હોટેલોના એક રૂમ અત્યારે ડ્ડ૧૦,૦૦૦ પહોંચી ગયા છે. રાજસ્થાનના ઉદેપુર ખાતે બુકિગ કરવા માગતા એક ટ્રાવેલરે જણાવ્યું હતું કે,‘ઓફ સિઝનમાં જે હોટેલના એક નાઈટના એક ડબલ બેડના રૂમના ચાર હજાર રૂપિયા આપ્યા હતા, એ જ હોટેલ અત્યારે એક નાઈટ એક રૂમ માટે ૧૦થી ૧૨ હજાર રૂપિયા ચાર્જ કરી રહી છે. જે દર્શાવે છે કે હોટેલના ભાવ ત્રણથી ચાર ગણા થયા છે.'
હોટેલ ઈન્ડસ્ટ્રીના નિષ્ણાંતોનું કહેવું છે કે,‘દિવાળીના તહેવારમાં દરેક વ્યક્તિમાં એક અનેરો ઉત્સાહ હોય છે અને ખાસ કરીને ટૂર કે ટ્રાવેલ માટે જવાનું બધા પસંદ કરતાં હોય છે. બાળકોનું પણ વેકેશન હોવાથી અને નોકરિયાત વર્ગને પણ એક સાથે રજાઓ મળતી હોવાથી દરેક જણ નાના-મોટા પ્રવાસનું આયોજન આ સિઝનમાં કરે છે. કંઈ નહીં તો લોકો પોતાના ગામ કે માતાજીના મંદિરે દર્શન માટે તો નીકળે છે. જેના પગલે ફાઈવ સ્ટાર હોટેલોથી લઈને સામાન્ય ગેસ્ટ હાઉસને પણ ગ્રાહક મળી રહે છે. જોકે, કેટલાક હોટ ડેસ્ટિનેશન્સની ડિમાન્ડ વધુ હોવાથી ભાવમાં નોંધપાત્ર વધારો દર વર્ષે થાય છે.'
ટૂર-ટ્રાવેલ આયોજકોનું કહેવું છે કે, ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીમાં ટ્રેન્ડ ગમે તેટલા બદલાય, પરંતુ આજે પણ દેશમાં ધાર્મિક ટુરીઝમ ટોપ પર છે. આંધ્રપ્રદેશમાં લોકો તિરુપતિના દર્શન માટે જાય છે તો ઓડિશામાં જગન્નાથજીનું આગવું મહત્ત્વ છે. મધ્યપ્રદેશનું ઉજ્જૈન પણ ભક્તોનું પ્રિય ધાર્મિક સ્થળ બની ગયું છે. ગુજરાતમાં પણ મોટાભાગના ટુરીસ્ટ સોમનાથ, દ્વારિકા કે પછી અંબાજીના દર્શન માટે આવે છે.' દિવાળીમાં ટૂર-ટ્રાવેલની ડિમાન્ડને પગલે અનેક શોના અગાઉથી આયોજન થાય છે. જેમાં આંદામાન-નિકોબાર, આસામ, બિહાર, છતીસગઢ, દીવ-દમન, દિલ્હી, ગોવા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, કેરેલા, મધ્યપ્રદેશ, રાજસ્થાન ટુરિઝમ જોડાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
