<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

કુંવારા છોકરાને શોધી લગ્ન કરી લેતી, સુહાગરાત મનાવી હાથફેરો કરી ભાગી જતી, પિતા ખુદ બકરા શોધી લાવતા

મથુરાનો એક આખો પરિવાર મળીને લૂંટેરી દુલ્‍હનનું રેકેટ ચલાવતો હતો, જે કેટલાય રાજ્‍યોમાં યુવાનોને લગ્નના નામ પર છેતરી ચૂક્‍યા હતા આ ગેંગની ફરાર સભ્‍ય કાજલને હવે રાજસ્‍થાન પોલીસે ગુરુગ્રામથી ધરપકડ કરી કાજલ પોતાની બહેન સાથે મળીને કુંવારા છોકરાઓને ફસાવતી હતી અને લગ્ન બાદ દાગીના-રૂપિયા લઈને ચૂનો લગાવતી હતી

મથુરા તા.૧૮:  યુપીના મથુરાના ગોવર્ધન વિસ્‍તારમાં રહેતો એક પરિવાર લૂંટેરી દુલ્‍હનનું રેકેટ ચલાવતો હતો. આ પરિવારમાં ભગત સિહ, પત્‍ની સરોજ સિહ, દીકરી તમન્ના અને દીકરો સૂરજ અને એક દીકરી કાજલ સામેલ હતા. પોલીસે ભગત, સરોજ, તમન્ના અને સૂરજને ૧૮ ડિસેમ્‍બર ૨૦૨૪ના રોજ ધરપકડ કરી લીધા હતા, તેમની દીકરી કાજલ સતત એક વર્ષથી ફરાર હતી. હવે પોલીસે કાજલને પણ ગુરુગ્રામની એક સોસાયટીમાંથી પકડી લીધી છે. આ પરિવાર લગ્નના નામ પર કેટલાય રાજ્‍યોના યુવાનોને છેતરી ચૂક્‍યા છે.

કાજલ તેની બહેન તમન્ના અને માતા-પિતા મળીને ચાર રાજ્‍યો ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્‍થાન અને દિલ્‍હીમાં યુવાનોને લગ્નના નામ પર છેતરી ચૂક્‍યા હતા. કાજલ અને તમન્ના પોતાની સુંદરતાની જાળમાં કુંવારા યુવાનોને ફસાવતી હતી. યુવક તેમની સુંદરતાના ચક્કરમાં આવી જતાં અને લગ્ન માટે તૈયાર થઈ જતાં હતા. આ બંને બહેનો લગ્ન કરીને સાસરિયે જતી, બે-ત્રણ દિવસ પત્‍ની બનીને રહેતી પછી બધા પૈસા અને દાગીના લઈને ફરાર થઈ જતી હતી.

પોલીસ તપાસમાંથી જાણવા મળ્‍યું છે કે, આ આખા ખેલમાં પરિવાર સામેલ હતો. કાજલ અને તમન્નાના પિતા ભગત અને ભાઈ સૂરજ પહેલા કુંવારા છોકરા શોધતા, જે લગ્ન માટે ટેન્‍શનમાં રહેતા. જ્‍યારે સંબંધ પાક્કો થઈ જતો, તો હિન્‍દુ રીતિ-રિવાજથી લગ્ન કરતા. સાસરિયામાં બે-ત્રણ દિવસ રહેતા, મોકો મળતા બંને બહેનો દાગીના અને કપડાં તથા રૂપિયા લઈને ગાયબ થઈ જતી. બાદમાં આખો પરિવાર પોતાનું લોકેશન બદલી નાખતો.

રાજસ્‍થાનના સીકર જિલ્‍લાના તારાચંદ જાટના બે દીકરા સાથે પણ આવી જ રીતે છેતરપિડી થઈ હતી. ૨૬ નવેમ્‍બર ૨૦૨૪ના રોજ કાજલ અને તમન્નાએ તારાચંદના બંને દીકરા સાથે લગ્ન કર્યા. લગ્નના નામ પર પરિવારે ૧૧ લાખ રૂપિયા લીધા. સાસરિયામાં ખાલી દિવસ રહ્યા બાદ બંને બહેનો ઘરનો બધો સામાન અને દાગીના લૂંટીને ફરાર થઈ ગઈ. અત્‍યાર સુધીમાં આવી કેટલીય ઘટનાને અંજામ ચૂકેલી આ કાજલને પકડવામાં પોલીસને મોટી સફળતા મળી છે.(૩૮.૩)

(9:52 AM IST)