<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું આધાર કાર્ડ ૨૦ રૂપિયામાં બન્‍યું

NCPના રોહિત પવારનો મોટો આરોપ

મુંબઇ તા.૧૮: મહારાષ્ટ્રમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓ ની ગરમાગરમી વચ્‍ચે, મહા વિકાસ આઘાડી (MVA) ના નેતાઓએ મતદાર યાદીમાં અનિયમિતતાનો મુદ્દો ફરી ઉઠાવ્‍યો છે અને ચૂંટણી પંચને ચૂંટણી પહેલા મતદાર યાદીમાં સુધારો કરવાની માંગ કરી છે. આ દરમિયાન, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના શરદ પવાર જૂથના ધારાસભ્‍ય રોહિત પવારે મત ચોરી અંગે એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે મીડિયા સમક્ષ નકલી માહિતીનો ઉપયોગ કરીને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના નામે બનાવેલ આધાર કાર્ડ પણ રજૂ કર્યું. રોહિત પવારે જણાવ્‍યું હતું કે આ આધાર કાર્ડ ટ્રમ્‍પના નામે માત્ર ૨૦ રૂપિયામાં બનાવવામાં આવ્‍યું હતું. પવારે આરોપ લગાવ્‍યો હતો કે આ સૂચવે છે કે આવા ઘણા નકલી આધાર કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે.ફઘ્‍ભ્‍ નેતા અને ધારાસભ્‍યએ એક પત્રકાર પરિષદમાં અમેરિકન રાષ્ટ્રપતિના નામે બનાવેલા આધાર ID પણ લોડ કર્યા છે.

(10:04 AM IST)