હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ધનતેરસઃ સોનાની કિંમતમાં ગયા વર્ષ કરતાં ૬૦ ટકાનો વધારો
સોનાની કિંમત સતત નવી ઊંચાઈએ...ઊંચા ભાવને પગલે ધનતેરસના આ વખતે મોટાભાગના લોકો સોનાની ‘શૂકન' સાચવવા ખપ પૂરતી ખરીદી કરી શકે

મુંબઇ તા.૧૮: દિવાળીના તહેવારોનો પ્રારંભ થઈ ગયો છે અને આવતીકાલે ધનતેરસની ઉજવણી કરવામાં આવશે. ધનતેરસના સોનું ખરીદવાનું પણ મહત્ત્વ છે. ગયા વર્ષે ધનતેરસના ૨૪ કેરટ સોનાની કિમત ૮૦૫૧૦ હતી જેની સરખામણીએ આ વખતે સોનાની કિમતમાં ૧.૩૪ લાખ છે. આમ, ગયા વર્ષની સરખામણીએ સોનાની કિમતમાં ૬૦ ટકાથી વધુનો વધારો થયો છે.
છેલ્લા પાંચ વર્ષમાં સોનાએ ફક્ત ટ્ટ એક જ વાર નકારાત્મક વળતર આપ્યું છે. ૨૦૨૦-૨૧ નાણાકીય વર્ષમાં, સોનાનું વળતર પાછલા વર્ષના ધનતેરસના ભાવ કરતા પ% ઘટ્યું. ત્યારબાદ, ૨૦૨૧-૨૨માં, ધનતેરસ સુધી સોનાનું વળતર ૧૦% હતું, જ્યારે તે પછીના વર્ષ, ૨૦૨૨-૨૩માં, સોનાનું વળતર ૨૦% પર પહોંચી ગયું. તે પછીના વર્ષ, ૨૦૨૩-૨૪માં, સોનાનું રિટર્ન ૩૦%ને વટાવી ગયું, અને આ વર્ષે, સોનાનું વળતર ૫૫% ૫ર પહોંચી ગયું છે. જો કોઈએ ગયા વર્ષે ધનતેરસ પર ૧ લાખ રૂપિયાનું સોનું ખરીદ્યું હતું, તો તેને આ ધનતેરસ સુધી ૫૫,૦૦૦ રૂપિયાનો નફો થઈ ગયો છે.
તેનો અર્થ છે કે, માત્ર વર્ષની અંદર જ સોનાનું રિટર્ન ૫૫ ટકાથી પણ વધારે રહ્યું છે. સોનાની કિમતોમાં ઉછાળા સાથે જ વેચાણમાં પણ ઘટાડો દેખાઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૫માં હજુ સુધી ગત વર્ષ કરતા ૨૦ રહ્યો છે. જે દર્શાવે છે કે, સોનું આજે પણ સૌથી પસંદીદા રોકાણ વિકલ્પ છે. રિઝર્વ બેંકે ગત વર્ષ ૧, ૧૮૦ટન સોનાની ખરીદી ટકા ઓછું વેચાણ થયું છે, પરંતુ મૂલ્યની દ્રષ્ટિએ ૧૫થી ૨૦ ટકાનો ઉછાળો દેખાઈ કરી હતી, જ્યારે આ વર્ષે પણ ૧,૦૦૦ ટન સોનાની ખરીદીનો અંદાજ છે. એક તરફ સોનું જ દોઢ ગણાથી વધારે મોંઘુ થઈ ગયું છે, તો નિફટી ૫૦ જેવા બેન્ચમાર્કનું રિટર્ન ૩.૫ ટકા રહ્યું છે. શેરબજારમાં રોકાણકારોની સંખ્યા સતત વધતી જઈ રહી છે, પરંતુ ગોલ્ડનું રિટ્રન તો ક્યાંય વધારે છે. વૈશ્વિક માર્કેટમાં અનિヘતિતાના માહોલ અને કેન્દ્રીય બેંકોની સતત સોનાની ખરીદીના કારણે પણ તેની કિમતોમાં સતત ઉછાળો આવી રહ્યો છે.
ધનતેરસના સોનાની કિંમત
વર્ષ કિંમત
૨૦૨૫ ૧,૩૪,૩૪૫
૨૦૨૪ ૮૦,૫૧૦
૨૦૨૩ ૫૬,૧૪૦
૨૦૨૨ ૫૦,૧૩૯
૨૦૨૧ ૪૭,૮૦૪









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
