<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

સંવત ૨૦૮૧માં સ્‍મોલ-કેપનું ૩.૧% નેગેટિવ રિટર્નઃ છ વર્ષમાં સૌથી ખરાબ

પાછલા બે સંવતમાં આકર્ષક દેખાવ પણ સંવત ૨૦૮૧માં મિડકેપ સ્‍થિર આ અગાઉ બીએસઇ સ્‍મોલ-કેપ ઈન્‍ડેક્‍સ ૨૦૭૪માં ૧૫.૫%, ૨૦૭૫માં ૮.૮% ઘટ્‍યો હતો

મુંબઇ તા.૧૮: ૨૦૮૧ ખૂબ જ નબળું રહ્યું છે. કેમ કે, છેલ્‍લા છ વર્ષમાં પહેલી વખત સંવત ૨૦૮૧માં બીએસઈ સ્‍મોલ-કેપ ઈન્‍ડેક્‍સે નકારાત્‍મક વળતર આપ્‍યું છે. આ સમયગાળામાં ઈન્‍ડેક્‍સમાં અત્‍યાર સુધીમાં ૩.૧નો ઘટાડો થયો છે. જેની સરખામણીમાં નિફટી ૫૦ અને બીએસઈ સેન્‍સેક્‍સે આ સમયગાળા દરમિયાન અનુક્રમે ૬.૩ ટકા અને ૫.૮ ટકાનો સિગલ ડિજિટનો વધારો નોંધાવ્‍યો છે. આ અગાઉ સંવત ૨૦૭૪ અને ૨૦૭૫માં બીએસઈ સ્‍મોલ-કેપ ઈન્‍ડેક્‍સ અનુક્રમે ૧૫.૫ ટકા અને ૮.૮ ટકા ઘટ્‍યો હતો. જયારે બીએસઈ મિડકેપ ઈન્‍ડેક્‍સ સંવત ૨૦૮૧માં અત્‍યાર સુધીમાં એક ટકાના વળતર સાથે સ્‍થિર રહેવામાં સફળ રહ્યો છે. જો કે છેલ્‍લા બે સંવતમાં બીએસઈ મિડકેપે અનુક્રમે ૪૧ ટકા અને ૩૧ ટકાનું જંગી વળતર આપ્‍યું સંવત ૨૦૮૧માં સ્‍થિતિ અને નરમ કમાણી વૃદ્ધિને કારણે રોકાણકારોએ ઈન્‍વેસ્‍ટમેન્‍ટ મામલે સ્‍મોલ-કેપના બદલે લાર્જ અને મિડ કેપ શેરો પર ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું હતું.

અન્‍ય એક માહિતી મુજબ, સંવત ૨૦૮૧માં ડોમેસ્‍ટિક ઈન્‍સ્‍ટીટ્‍યુશનલ ઈન્‍વેસ્‍ટર્સ (ડીઆઈઆઈ)એ રૂ.૪.૭લાખ કરોડનું રોકાણ કર્યું હતું. બીજી તરફ વિદેશી રોકાણકારોએ આ સંવતમાં રૂ.૧.૫૩ લાખ કરોડની વેચવાલી કરી હતી. ઉપરાંત સંવત ૨૦૮૧ દરમિયાન નિફટી ઓટો ઈન્‍ડેક્‍સમાં ૧૬ ટકા, નિફટી પીએસયુ બેંક ઈન્‍ડેક્‍સમાં ૧૪ ટકા, નિફટી મેટલ ઈન્‍ડેક્‍સમાં દસ ટકાનો વધારો થયો હતો. અલબત્ત નિફટી આઈટી, નિફટી એફએમસીજી અને નિફટી એનર્જી ઈન્‍ડેક્‍સમાં આઠ ટકાથી ૧૨ ટકાની વચ્‍ચે ઘટાડો થયો હતો.

પ્રદર્શન પર એક નજર

સંવત ૨૦૮૧માં નિફટી આઈટી, એફએમસીજી, એનર્જી ઈન્‍ડેક્‍સમાં આઠ ટકાથી ૧૨ ટકા વચ્‍ચે ઘટાડો થયો છેલ્‍લા બે સંવતમાં બીએસઇ મિડકેપે અનુક્રમે ૪૧ ટકા અને ૩૧ ટકાનું જંગી વળતર આપ્‍યું હતું  સંવત ૨૦૮૧માં DIi રૂ.૪.૭ લાખ કરોડની લેવાલી FII ની રૂા.૧.૫૩ લાખ કરોડની વેચવાલી.

સંવત ૨૦૮૧માં આપેલા વળતરની સરખામણી

ઈન્‍ડેક્‍સ      વળતર (ટકામા)

નિફટી ૫૦   ૬.૩

સેન્‍સેક્‍સ      ૫.૮

BSE સ્‍મોલ-કેપ -૩.૧

BSE મિડકેપ   ૧

નિફટી ઓટા ૧૬ે

નિફટી PSU    ૧૪

નિફટી મેટલ   ૧૦

(11:21 AM IST)