<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

પૂરતા નાણાંના અભાવે ચેક રિટર્ન થયો હોય તો જ ખાતામાંથી કપાત થઇ શકે

બેંક દ્વારા કાપવામાં આવેલા નાણાં અંગે ફરિયાદ કરે તો પરત આપવાનો નિયમ

મુંબઇ તા.૧૮: છેલ્‍લા કેટલાક દિવસોથી ચેક કિલયરિગમાં સજાવેલી સમસ્‍યાને કારણે ટેફનિકલ કારણોસર પણ ચેક રિટર્ન થઈ રહ્યા છે. ચેક રિટર્ન થાય ત્‍યારે ચાહકોના ખાતામાંથી ચેક રિટર્ન પેટે નાણાં કાપી લેવામાં આવતા હોય છે. જોકે ગ્રાહકના ખાતામાં પૂરતા નાણાં નહીં હોય અને ચેક રિટર્ન થાય તેવા કિસ્‍સામાં જ ચાહક પાસેથી ચેક રિટર્નનો ચાર્જ વસૂલ કરવામાં આવતો હોય છે, પરંતુ મોટાભાગની બેંક દ્વારા તૈયાર કરવામાં આવેલા સોફટવેરમાં ચેક રિટર્નના કારવો ગ્રાહકના ખાતામાંથી નાણાં કાપી લેવામાં આવતા હોય છે. આવા કિસ્‍સામાં સાહક દ્વારા બેંકમાં ફરિયાદ કરવામાં આવે તો પૂરતા નાણાંના કારણે ચેક રિટર્ન થવાના તમામ કિસ્‍સામાં બેંક ખાતામાંથી કાપવામાં આવેલા નાણાં પરત કરવા પડતા હોય છે. ૨૪ કલાકમાં ચેક ક્‍લિયરિગ કરવાના દાવા વચ્‍ચે ૧૫ દિવસે પણ કેટલાક કિસ્‍સાઓમાં ચેક પાસ થઈને ખાતામાં નાણાં જમા થતા નથી. જયારે અનેક વખત ટેકનિકલ કારણોસર ચેક રિટર્ન થતા હોય છે.

ચેક રિટર્ન થવાના કારણે માહકોના ખાતામાંથી નાણાં કપાવાની પણ સમસ્‍યા થઈ રહી છે. જોકે આ માટે આરબીઆઈ એ એક પરિપત્ર વર્ષ ૨૦૧૩માં બહાર પાડયો હતો. તેમાં જણાવ્‍યું છે કે ચાહકના ખાતામાં પૂરતા નાણાં નહીં હોય અને તેવા કારણોસર ચેક રિટર્ન થાય તો ચાહક પાસેથી ચેક રિટર્નનો ચાર્જ વસૂલ કરવામાં આવવો જોઈએ. જ્‍યારે તે સિવાયના કિસ્‍સામાં ચેક રિટર્ન થાય તો ગ્રાહક પાસેથી નાણાં વસૂલ કરી શકાય નહીં. પરંતુ મોટાભાગની બેંકમાં શૈક રિટર્ન થાય તો ગ્રાહકના ખાતામાંથી નાણાં કાપી લેવા માટેનું સોફટવેર જ બનાવવામાં આવ્‍યું હોવાથી ચાહકના ખાતામાંથી બારોબાર નાણાં કપાઈ જતા હોય છે. જ્‍યારે સાહકને તેની પૂરતી જાણકારી પણ હોતી નથી. જેથી ચાહક દ્વારા નાણાં કપાયાની ફરિયાદ બેંકને કરે તો બેંક દ્વારા કાપવામાં આવેલા નાણાં ગ્રાહકના ખાતામાં પરત કરવા પડતા હોય છે.

ખોટા કારણોસર નાણાં કપાયાની ફરિયાદ કરવી જરૂરી

ચેક રિટર્ન થાય અને ગ્રાહકના ખાતામાં નાણાં પુરતા નહીં હોય તો જ બેંક ગ્રાહકના ખાતામાંથી નાણા કાપી શકે છે. જયારે ગ્રાહકની સહીમાં ભૂલ હોય. ચેક પર લખવામાં ભૂલ હોય તે સિવાય અન્‍ય કોઇ પણ કારણોસર ચેક રિટર્ન થાય તો ગ્રાહકના ખાતામાંથી નાણા કાપી શકાય નહીં. તેમ છતાં ગ્રાહકના ખાતામાંથી નાણા કાપવામાં આવે તો તેની ફરિયાદ બેંકમાં કરવાની હોય છે. તે ફરિયાદના આધારે બેંક દ્વારા કાપવામાં આવેલા નાણા ગ્રાહકના ખાતામાં પરત કરવા પડતા હોય છે.

(11:22 AM IST)