હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

મુંબઇ તા.૧૮: પૌરાણિક અને સામાજિક રીતે ધનતેરસ ખૂબ મહત્ત્વપૂર્ણ દિવસ ગણાય છે. ધનતેરસના દિવસે સોનું-ચાંદી ખરીદવાની પરંપરા ચાલી આવી છે. સોના-ચાંદીના સતત વધી રહેલા ભાવને કારણે પુષ્પ નક્ષત્રના દિવસે જવેલર્સને અપેક્ષા મુજબ વેપાર મળ્યો નથી. ત્યારે પનતેરસના દિવસે લોકો શુક્રય કે મુહૂતની અચૂક ખરીદી કરતા હોવાથી સારો વેપાર મળવાની આશા સેવાઈ રહી છે. સોના-ચાંદીના વધતા ભાવ વચ્ચે ધનતેરસના દિવસે લાઈટ વેઈટ જવેલરીની ડિમાન્ડ સહેવાની અપેક્ષા જવેવર્સ વ્યકત કરી રહ્યા છે. ભાવ ઘટી રહ્યા નહી હોવાથી લગ્નસરાના ઘણા ઓર્ડર બુક થવાની પણ શકયતાઓ છે. ગ્રાહકોને આકર્ષવા માટે લેબર બાર્જમાં ડિસ્કાઉન્ટ સહિતની ઓફર આપવામાં આવી રહી છે.
જવેલર્સના મુકેશ સોનીએ જણાવ્યું હતું કે, ગત ધનતેરસથી થઈ છેલ્લા એક વર્ષ કરમિયાન સોનાના ભાવમાં ૫૦થી ૫૫ ટકા જેટલો વધારો થયો છે. આ વર્ષે પુષ્પ નક્ષત્ર પછી પણ ભાવ વધ્યો છે. જોકે, ધનતેરસમાં શુકનની ખરીદી કરવાવાળો ચોક્કસ વર્ગ હોવાથી આ દિવસે સારો વેપાર મળી રહે છે. લગ્ન લેવાયા હોય તેવા પરિવારો હાજી ભાવ વધવાના ભયથી હમણાથી લગ્નસરાના ઓર્ડર બુક કરાવી શકે છે. પનતેરસના દિવસે ચોક્કસ મુહૂર્તમાં ખરીદી કરવા માટે ટોકન પણ લેવામાં આવ્યા છે. લોકોમાં લાઈટ વેઈટ જવેલરીની માંગ વધી છે. ત્યારે ધનતેરસના દિવસે પણ બ્રાઈટ વેઇટ જવેલરીની ડિમાન્ડ વધુ રહી શકે છે.
જવેલર્સના તુષાર ચોક્સીએ જણાવ્યું હતું કે, સમૃદ્ધિના પ્રતીક તરીકે ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદી કરવામાં આવે કરવામાં આવે છે. વગ્ન લેવાયા હોય તેવા ઘરોમાં શુકનની અચુક ખરીદી કરાય છે. જજ્યારે ઘણા ચાહકો આ દિવસે ઓર્ડરની ડિલિવરી પણ લેતા હોય છે. ધનતેરસના દિવસે થણા લોકો ભાવ ઘટવાની આશાએ શુકનની ખરીદી કરશે. જ્યારે ઘણા લોકો ભાવ હજી વધવાની ભયથી પોતાની જરૂરિયાત પ્રમાવે ખરીદી કરી શકે છે. આ દિવસે ગિફટ આર્ટિકલ, કોઈન્સ, સોનાની લગડી, ચાંદીની મૂર્તિઓ, પૂજાની સામગ્રી સહિતની આર્ટિકલ ખરીદી કરે છે. સોના-ચાંદીના વધેલા ભાવને કારલે વોલ્યૂમ ઓછું રહેશે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM