<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

યુવકે દુષ્‍કર્મ પછી ફોન કરી પીડિત યુવતીને પૂછ્‍યું: અબોર્શનપિલતો નથી જોઈતી ને

બનાવ સ્‍થળે સીસીટીવી કેમેરા નથી તેથી ગૂંચવણ, આરોપીની ધરપકડ કરાઇ બેંગ્‍લુરુની ખાનગી એન્‍જિ. કોલેજના ટોઇલેટમાં સહાધ્‍યાયીએ યુવતી પર દુષ્‍કર્મ કર્યું હતું

બેંગ્‍લુરની એક પ્રાઇવેટ એન્‍જિનિયરિગ કોલેજ પરિસરમાં એક ૨૧ વર્ષીય વિદ્યાર્થિની સાથે તેની સાથે ભણતા યુવકે કોલેજના ટોઈલેટમાં દુષ્‍કર્મ કર્યું હતું. આ ઘટનાનો ખુલાસો લગભગ પાંચ દિવસ પછી થયો છે. આરોપીએ યુવતીને ફોન કરીને પૂછયું કે, અબોર્શન પિલ તો નથી જોઈતી નો ત્‍યારે આઠ પીડિતા પોતાના દોસ્‍ત પાસે ગઈ અને તેમણે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી. આ ઘટના ૧૦ ઓક્‍ટોબરે બની હતી, જ્‍યારે પીડિતાએ ૧૫ ઓક્‍ટોબરે હનુમંતનગર પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. એફઆઇઆર અનુસાર, ભારતીય ન્‍યાય સંહિતાની કલમ ૬૨ (બળાત્‍કાર માટે દંડ) હેઠળ દાખલ કરવામાં આવ્‍યો છે. ફરિયાદમાં કહેવાયું છે કે આરોપી અને પીડિતા એકબીજાને પહેલાંથી જ ઓળખતાં હતાં અને સહાધ્‍યાયી છે. આરોપી જીવન ગૌડા છઠ્ઠા સેમેસ્‍ટરમાં, જ્‍યારે પીડિતા સાતમા સેમેસ્‍ટરમાં છે. ઘટનાના દિવસે પીડિતા સવારે પોતાની કોઈ વસ્‍તુ લેવા માટે યુવકને મળી હતી. બપોરે લંચ દરમિયાન ગીડાએ તેને થણી વાર ફોન કરીને આર્ક્‍ટિક્‍ચર બ્‍લોકના સાતમા માળે બોલાવી. યુવતી જયારે ત્‍યાં પહોંચી ત્‍યારે આરોપીએ તેને જબરજરતી ચુંબન કરવાની કોશિશ કરી. પીડિતાએ લિફટથી નીચે જવાની કોશિશ કરતાં આરોપીએ છઠ્ઠા માળ સુધી પીછો કર્યો અને એ માળ પરના પુરૂષોના ટોઈલેટમાં ખેંચીને લઈ જઈને યુવતી પર દુષ્‍કર્મ કર્યું હતું. એક આઈઆરમાં એવું પણ કહેવાવું છે કે ટોઈલેટનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો.(૩૮.૨૫)

(11:26 AM IST)