<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

અર્જુનભાઈ મોઢવાડીયા પ્રથમ વખત વર્ષ ૨૦૦૨માં ધારાસભ્‍ય તરીકે ચૂંટાઈને રાજકીય સફરની શરૂઆત કરી હતી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૮: રાજ્‍ય મંત્રી મંડળમાં કેબિનેટ મંત્રી તરીકે મહત્‍વનું સ્‍થાન મેળવેલ અર્જુનભાઈ મોઢવાડીયા પ્રથમ વખત ૨૦૦૨માં ધારાસભ્‍ય તરીકે ચૂંટાઈ આવ્‍યાની સાથે રાજકીય સફરની શરૂઆત કરી હતી.

વર્ષ ૧૯૮૨ માં અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રાથમિક શિક્ષણ તેમના ગામ મોઢવાડાની સરકારી શાળામાં પૂર્ણ કર્યું. વર્ષ ૧૯૮૨માં, તેમણે લખધીરજી એન્‍જિનિયરિંગ કોલેજમાંથી મિકેનિકલ એન્‍જિનિયરની તાાતક પદવી મેળવી. શિક્ષણ પ્રત્‍યેની તેમની પ્રતિબદ્ધતા એ હકીકત પરથી સ્‍પષ્ટ થાય છે કે વર્ષ ૧૯૮૨ થી ૨૦૦૨ દરમિયાન તેઓ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સેનેટ અને સિન્‍ડિકેટ સભ્‍ય તરીકે ચૂંટાયા હતા. યુનિવર્સિટીમાં તેમના કાર્યકાળ દરમિયાન તેમણે શિક્ષણની ગુણવત્તા સુધારવાના પ્રયાસોમાં સક્રિયપણે ભાગ લીધો હતો.  માત્ર જ્ઞાનવળદ્ધિના ઉદ્દેશ્‍યથી પોતાની અનેકવિધ પ્રવળત્તિઓમાંથી સમય કાઢીને વર્ષ ૨૦૧૨ માં ગુજરાત યુનિવર્સિટીમાંથી એલસીબીનાની ડીગ્રી મેળવી હતી.

સને ૧૯૯૩માં અર્જુનભાઈ મોઢવાડિયાએ તાાતક થયા પછી લગભગ ૯ વર્ષ સુધી ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં આસિસ્‍ટન્‍ટ એન્‍જિનિયર તરીકે તેમની વ્‍યાવસાયિક કારકિર્દી શરૂ કરી. તેઓ પોતાની આ વ્‍યાવસાયિક કારકિર્દી યથાવત રાખી સફળ મેરીટાઇમ એન્‍જિનિયર બની શકયા હોત, પરંતુ તેમના જીવનનો ધ્‍યેય આના કરતા વધુ નિઃસ્‍વાર્થ હતો. વર્ષ ૧૯૯૩ માં તેમણે નોકરી છોડી અને પોતાની જાતને સંપૂર્ણ રીતે જાહેર સેવામાં સમર્પિત કરી.

સને ૧૯૯૭માં અર્જુનભાઈ મોઢવાડિયા વર્ષ ૧૯૯૭ માં જાહેર જીવનમાં જોડાયા. જાહેર સેવા માટે સમર્પિત તેમણે સક્રિય રાજકારણમાં જોડાઈને અનેકવિધ મહત્‍વપૂર્ણ ભૂમિકાઓ ભજવી. વર્ષોથી તેઓ વિવિધ રાજકીય અને સામાજિક પહેલો સાથે જોડાયેલા રહ્યા છે, રાજ્‍ય કક્ષાની રાજકીય પ્રવળતિઓમાં તેમની સક્રિય ભાગીદારી દ્વારા જાહેર સેવા પ્રત્‍યેની તેમની પ્રતિબદ્ધતા સ્‍પષ્ટપણે જોવા મળે છે.

સને ૨૦૦૨માં અર્જુનભાઈ મોઢવાડિયા પ્રથમ વખત વર્ષ ૨૦૦૨ માં પોરબંદર મતવિસ્‍તારમાંથી વિધાનસભાના સભ્‍ય (ધારાસભ્‍ય) તરીકે ચૂંટાયા હતા. વક્‍તળત્‍વ કુશળતા અને તેમની ફરજો બજાવવાની ઉત્‍કુષ્ટતાના કારણે શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને વર્ષ ૨૦૦૪ થી ૨૦૦૭ દરમિયાન ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે સેવા બજાવવાની તક મળી,  પોતાના કાર્યકાળ દરમિયાન શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગુજરાતના લોકોના મુદ્દાઓને વિધાનસભામાં અસરકારક રીતે રજુ કર્યા અને એક જવાબદાર વિરોધ પક્ષના નેતા તરીકેની પોતાની ભૂમિકા નિભાવીને રાજકીય વર્તુળો અને જનતામાં આગવી પ્રતિષ્ઠા મેળવી.

વર્ષ ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણીમાં પોરબંદરની જનતાએ ફરી એકવાર અર્જુનભાઈ મોઢવાડિયા ઉપર વિશ્વાસ દાખવીને ૯ હજાર કરતા વધુ મતોથી વિજયી બનાવી વિધાનસભામાં મોકલ્‍યા. આ જીત સાથે તેમને જનતા પ્રત્‍યેની પોતાની સમર્પિત સેવા ચાલુ રાખવાની વધુ એક તક મળી.  જનસેવાના તેમના કાર્યોથી અસરકારક નેતળત્‍વ, જનસેવા પ્રત્‍યેની અતૂટ પ્રતિબદ્ધતા અને પોરબંદરના નાગરીકો સાથેના ઊડા જોડાણનો પુરાવો મળે છે.

વર્ષ ૨૦૨૪ માં અર્જુનભાઈ મોઢવાડિયા યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના વિકસિત ભારતના વિઝન સાથે સુસંગત વિકસિત પોરબંદર અને વિકસિત ગુજરાતના સ્‍વપ્‍નને પૂર્ણ કરવા માટે ધારાસભ્‍ય પદેથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે જોડાયા. ત્‍યાર બાદ વિધાનસભાની પેટાચૂંટણીમાં ૧,૧૬,૮૦૮ મતોના ઐતિહાસિક માર્જિનથી જીત મેળવીને એક નવો રેકોર્ડ બનાવ્‍યો. આ ચૂંટણીમાં અર્જુનભાઈ મોઢવાડિયાને કુલ ૧૩૩,૧૬૩ મતો (કુલ મતોના ૮૬%) મળ્‍યા, જે ગુજરાતના ઈતિહાસમાં એક જ ઉમેદવારને મળેલા મતોની સૌથી વધુ ટકાવારીનો રેકોર્ડ છે. 

(3:48 PM IST)