<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

૧૦ માંથી ૭ શહેરી ભારતીયો મહિનામાં ત્રણથી વધુ વખત મોઢું મીઠું કરે છે

૭૪ %શહેરી વસ્‍તી મહિનામાં ત્રણ કે તેથી વધુ વખત પરંપરાગત ભારતીય મીઠાઈઓ ખાય છે, જે ગયા વર્ષે ૫૧% હતી. બેકરી અને પેકેજડ ઉત્‍પાદનોનો વપરાશ પણ ૪૦% વધ્‍યો છે ગયા વર્ષની સરખામણીમાં મહિનામાં ત્રણથી વધુ વખત મીઠાઈઓ ખાતા લોકોની સંખ્‍યામાં ૪૦ ટકાનો વધારો

નવી દિલ્‍હીઃ તા.૧૮, શહેરી ભારતીય ગ્રાહકો ખાંડયુક્‍ત ખોરાક છોડવા તૈયાર નથી. ઓનલાઈન સર્વે ફર્મ લોકલ સર્કલ્‍સના સર્વે મુજબ ૭૪% શહેરી વસ્‍તી મહિનામાં ત્રણ કે તેથી વધુ વખત પરંપરાગત ભારતીય મીઠાઈઓ ખાય છે.

ગયા વર્ષે, આ આંકડો ૫૧ ટકા હતો. ખાંડના વપરાશના દાખલાને સમજવા માટે હાથ ધરવામાં આવેલા આ સર્વેમાં ૩૦૩ જિલ્લાઓના ગ્રાહકો પાસેથી પ્રતિભાવો એકત્રિત કરવામાં આવ્‍યા હતા.ડેટા શું કહે છે? ગયા વર્ષની સરખામણીમાં મહિનામાં ત્રણ વખતથી વધુ બેકરી અને પેકેજડ ઉત્‍પાદનોનો વપરાશ કરતા લોકોની સંખ્‍યામાં ૪૦ ટકાનો વધારો થયો છે. ૨૬ ટકા લોકો મહિનામાં ૧૫-૩૦ વખત મીઠાઈનો ઉપયોગ કરે છે. ૨૨ ટકા લોકો મહિનામાં ૩-૭ વખત મીઠાઈનો ઉપયોગ કરે છે. દરમિયાન, ૫ ટકા લોકો મીઠાઈ બિલકુલ ખાતા નથી.ઓછી ખાંડવાળા વિકલ્‍પોની શોધ સર્વેમાં, ૭૦ ટકા શહેરી ગ્રાહકોએ જણાવ્‍યું હતું કે જો ગુણવત્તાયુક્‍ત પરંપરાગત મીઠાઈઓ અથવા પેકેજડ ખોરાક ઉપલબ્‍ધ કરાવવામાં આવે, તો તેઓ ઓછી ખાંડવાળા વિકલ્‍પો અપનાવવા તૈયાર થશે. જેમ જેમ ખોરાકના વપરાશ અંગે આરોગ્‍ય જાગૃતિ વધી રહી છે, તેમ તેમ કેટલાક લોકો ખાંડના સેવન અંગે પણ વધુને વધુ ચિંતિત થઈ રહ્યા છે. વિશ્વના સૌથી મોટા ખાંડ ઉત્‍પાદકોમાંના એક, ભારતમાં ખાંડનો વપરાશ સતત વધી રહ્યો છે, છતાં તેની સ્‍વાસ્‍થ્‍ય અસરો વિશે જાગૃતિ ઓછી રહે છે, નિષ્‍ણાતો કહે છે. (૩પ-૪)

(11:39 AM IST)