હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અર્જૂનભાઇએ સરકારી નોકરી છોડીને પોતાનું જીવન લોકસેવામાં સમર્પિત કરેલ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે અર્જૂનભાઇ પોરબંદર અને વિકસીત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા ભાજપમાં જોડાયા અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં ૧૧૬૮૦૮ મતોની ઐતિહાસિક રેકર્ડ બ્રેક લીડ સાથે વિજય થયો હતો. ૧૯૯૭માં અર્જૂનભાઇ જાહેર જીવનમાં જોડાયા ૨૦૦૨માં પોરબંદર મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયાઃ ૨૦૦૪થી ૨૦૦૭ સુધી વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ફરજ બજાવી હતતી અને જનતાના પ્રશ્નો ને વિધાનસભામાં સચોટ રજૂં કર્યા હતા. ૨૦૦૭માં પોરબંદર વિધાનસભા બેઠક ઉપરથી ફરી ધારાસભ્ય તરીકે અર્જુનભાઇ ચૂંટાયેલાઃ ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજી છખત પોરબંદરની જનતાએ અર્જૂનભાઇને વિજયી બનાવીને જનસેવાની તક આપી હતી ᅠપોરબંદરના મોઢવાડામાં જન્મેલા અર્જુનભાઇએ બાળપણથી નમ્રતા અને સન્માનના ગુણો વિકસાવી લીધા હતાઃ ખેડૂત પુત્ર તરીકે અર્જુનભાઇ કઠીન પરિશ્રમ મહત્વ સમજે છે ૧૯૮૨થી ૨૦૦૨ સુધી સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડીકેટ સભ્ય તરીકે ચૂંટાઇ આવેલ અને યુનિવર્સિટીના કાર્યકાળ દરમિયાન શિક્ષણની ગુણવતા સુધારવા સક્રિય કામગીરી કરી હતી ૧૯૮૨માં મોરબીની એલ.એ. એન્જિનીયરીંગ કોલેજમાં મીકેનિકલ એન્જિનિયરની સ્નાતક પદવી મેળવી હતીઃ ગુજરાત મેરીટાઇપ બોર્ડમાં આસિસ્ટન્ટ એન્જિનીયર તરીકે ૯ વર્ષ સુધી કામ કર્યુ હતું પરંતુ તેમનો ધ્યેય જનસેવાનો હતો

પોરબંદર તા.૧૮: રાજય મંત્રીમંડમાં વનપર્યાવરણ અને સાયન્સ ટેકનોલજીના કેબીનેટ મંત્રીપદે સ્થાન મેળવેલઅર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયાનો જન્મ ૧૭ ફેબ્રુઆરી ૧૯૫૭ ના રોજ પૌરબંદરના મોઢવાડા ગામે થયો હતો. સામાન્ય ખેડૂત પરિવારમાં બે ભાઈ અને બે બહેનો સાથે તેમણે પોતાનું બાળપણ વિતાવ્યું. બાળપણ થી જ શ્રી અર્જુનભાઈએ લોકો પ્રત્યે નમ્રતા અને સમ્માનના ગુણો વિકસાવી લીધા હતા. ખેડૂત પુત્ર હોવાના કારણે શ્રી અર્જુનભાઈ કઠોર પરિશ્રમનું મહત્વ સમજે છે, એટલે જ તેઓ અભ્યાસ પૂર્ણ થયો ત્યાં સુધી પોતાના પિતાને ખેતી કામમાં મદદ કરતા હતા. જમીની સ્તર પર કામ કરવાનો અનુભવ આજે પણ તેમને જમીન સાથે જોડેલા રાખે છે.
રાજયના નવ નિયુકત મંત્રી અર્જુનભાઈએ પ્રાથમિક શિક્ષણ પોતાના ગામ મોઢવાડાની સરકારી શાળામાં પૂર્ણ કર્યું. ત્યાર બાદ વર્ષ ૧૯૮૨ માં મોરબીની લખધીરજી એન્જિનિયરિંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરની તાાતક પદવી મેળવી શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો અંદાજ એ વાત ઉપરથી જ લગાવી શકાય તેમ છે કે વર્ષ ૧૯૮૨ થી ૨૦૦૨ સુધી તેઓ રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડીકેટ સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા, યુનિવર્સિટીમાં પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ શિક્ષણની ગુણવત્તામાં સુધારા માટે સક્રિય. ભાગ ભજવતા રહ્યા. રાજનીતી અને સમાજ સેવામાં સતત સક્રિય હોવા છતાં માત્ર જ્ઞાનવળદ્ધિના ઉદ્દેશ્ય થી વર્ષ ૨૦૧૨ માં ગુજરાત યુનિવર્સિટીમાં ન્ન્ગ્ ની ડીગ્રી મેળવી.
એન્જિનિયરિંગના અભ્યાસ બાદ અર્જુનભાઈ મોઢવાડિયાએ લગભગ ૯ વર્ષ સુધી ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે કામ કર્યું. આ પોસ્ટ પર કામ કરઆ તેમના અનેક સાથીઓ આજે સફળ મેરીટાઈમ એન્જિનિયરની કારકિર્દી બનાવી શકયા છે. શ્રી અર્જુન મોઢવાડિયા પણ એમ કરી શકયા હોત, પરંતુ તેમના જીવનનો ધ્યેય લોકસેવાનો હતો, એટલે વર્ષ ૧૯૯૩ માં તેમણે નોકરી છોડીને પોતાનું જીવન પૂર્ણ રીતે જન સેવામાં સમર્પિત કર્યું.
મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા વર્ષ ૧૯૯૭ માં જાહેર જીવનમાં જોડાયા જાહેર સેવા પ્રત્યે પ્રતિબદ્ધ તેઓ વર્ષ ૨૦૦૨ પોરબંદર મત વિસ્તારમાંથી વિધાનસભાના સભ્ય (પારાસભ્ય) તરીકે ચુંટાયા. પોતાની વક્તત્વ કુશળતા અને ફરજો નિભાવવાની પ્રતિબદ્ધતા માટે જાણીતા અર્જુન મોઢવાડિયાને વર્ષ ૨૦૦૪ થી ૨૦૦૭ સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ફરજ નિભાવવાની તક મળી, જેને યોગ્ય રીતે નિભાવતા અર્જુન મોઢવાડિયાએ ગુજરાતની જનતાનાપ્રશ્નોને વિધાનસભામાં સચોટ રીતે રજુ કર્યા અને એક જવાબદાર વિપક્ષના નેતા તરીકેની ફરજ નિભાવી. ૨૦૦૭ માં પોરબંદર વિધાનસભા બેઠક ઉપરથી ફરી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા. વર્ષ ૨૦૨૨ ની વિધાનસભાની ચુંટણીમાં ત્રીજી વખત પોરબંદરની જનતાએ અર્જુનભાઈ મોઢવાડિયાને વિજયી બનાવી જનસેવાની તક આપી.
વર્ષ ૨૦૨૪ માં દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે છી. અર્જુનભાઈ મોઢવાડિયા વિકસીત પોરબંદર અને વિકસીત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાયા, તેમણે વિધાનસભાની પેટાચુંટણીમાં ૧,૧૮,૮૦૮ મતોની ઐતિહાસીક સરસાઈ સાથે વિજય મેળવીને નવો વિક્રમ સ્થાપિત કર્યો. આ ચુંટણીમાં શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને કુલ ૧,૩૩,૧૬૩ (કુલ મતના ૮૬્રુ) મત પ્રાપ્ત થયા હતા. જે ગુજરાતના ઈતિહાસમાં એક જ ઉમેદવારને મતની ટકાવારીનો પણ એક રેકોર્ડ છે.
રાજય મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને લોકો ઙ્કત્યે આત્મિયભાવ અને સીધો સંપર્ક છે, જે તેમને સતત લોકો માટે કાર્યરત રહેવાની ઙ્કેરણા પુરી પાડે છે. તેઓ જાહેર જીવનની સાથે સાથે શિક્ષણ, સ્વાસ્થ્ય અને સાર્વજનિક ટ્રસ્ટોમાં પણ સક્રિય છે. તેઓ માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટના સ્થાપક મેનેજીંગ ટ્રસ્ટી છે. આ ટ્રસ્ટ સંચાલિત ડો. વી.આર. ગોઢાણિયા શૈક્ષણિક સંકુલમાં પ્રાથમિક થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની શૈક્ષણિક સંસ્થાઓમાં લગભગ પાંચ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સાથે જ તેઓ શંકરાચાર્ય મહારાજના માર્ગદર્શનમાં શારદાપીઠ વિદ્યાસભા, દ્વારકામાં ટ્રસ્ટી અને સંયુક્ત સચિવ તરીકે સેવા આપે છે.
: આલેખન :
પરેશ પારેખ
પોરબંદર









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
