<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

સોનામાં ૨૫૦૦-ચાંદીમાં ૫૦૦૦ રૂા.નો કડાકો

સોનુ ૧૦ ગ્રામના ભાવ ઘટીને ૧,૩૨,૦૦૦ અને ચાંદીના ભાવ ૧,૬૮,૦૦૦ રૂા. થયા : ચાંદીના ભાવે ૧,૮ર,૦૦૦ ટોચની સપાટી બનાવ્‍યા બાદ છેલ્લા ૪ દિવસમાં ૧૪,૦૦૦ રૂા. તૂટયા : સોનાના ભાવ ૧,૩પ,૦૦૦ રૂા.ની નવી સપાટી બનાવ્‍યા બાદ ભાવમાં ઘટાડો

રાજકોટ, તા., ૧૮: બુલીયન માર્કેટમાં  સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ભાવવધારો થયા બાદ મોડી રાત્રે સોના-ચાંદીના ભાવમાં ગાબડા પડયા હતા. સોનામાં ૧૦ ગ્રામે રપ૦૦ અને ચાંદીમાં ૫૦૦૦ રૂા.નો કડાકો થયો હતો. બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં મોડી રાત્રે રપ૦૦ રૂા. ઘટી ગયા હતા. સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ગઇકાલે ૧,૩૪,પ૦૦ રૂા. હતા તે ઘટીને ૧,૩ર,૦૦૦ રૂા. થઇ ગયા હતા. સોનાના બિસ્‍કીટમાં રપ,૦૦૦ રૂા. તુટયા હતા. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૩,૪પ,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧૩,ર૦,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

સોનાની સાથે ચાંદીમાં પણ મંદી જોવા મળી હતી. બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં મંદીને પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં  પ૦૦૦ રૂા. તુટયા હતા. ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૧,૭૩,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧,૬૮,૦૦૦ રૂા. થયા છે. ચાંદીમાં છેલ્લા ૪ દિવસથી ભાવમાં ભારે અફડાતફડી થઇ રહી છે. ચાંદીના ભાવ ૧,૮ર,૦૦૦ રૂા.એ પહોંચ્‍યા બાદ ઘટીને ૧,૭ર,૦૦૦ રૂા. થઇ ગયા હતા. ત્‍યાર બાદ ફરી પ૦૦૦ રૂા.નો ઉછાળો થયો હતો અને આજે ફરી ભાવ ઘટયા હતા. 

છેલ્લા ૪ દિવસમાં ચાંદીના ભાવમાં ૧૪,૦૦૦ રૂા.નું ગાબડુ પડયું છે. ૪ દિ' પહેલા ચાંદીના ભાવ ૧,૮ર,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧,૬૮,૦૦૦ રૂા. થઇ ગયા છે.

(2:51 PM IST)