<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

એક મહિલાએ તેના સગા દિયરને હનીટ્રેપમાં ફસાવીને પૈસા પડાવ્‍યાં

દેવરજી મારી સહેલી રાહ જુએ છે : ભાભીએ દિયરને રૂમમાં મોકલ્‍યો, સંબંધ બાંધતાં જ બન્‍યું...

ગ્‍વાલિયર, તા.૧૮: હનીટ્રેપનું નામ તો બધાએ સાંભળ્‍યું હશે પરંતુ તાજેતરમાં એક મહિલાએ પોતાના જ સગાને ફસાવવા માટે હનીટ્રેપનો સહારો લીધો હતો. મધ્‍યપ્રદેશના ગ્‍વાલિયરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ પૈસાની લાલચમાં પોતાના સગા દિયરને ફસાવ્‍યો અને તેને લૂંટી લીધો. ગ્‍વાલિયરમાં ઓમવતી નામની મહિલાએ તેના દિયર રવિન્‍દ્રને ફોન કરીને પોતાની ખાસ સહેલી રુક્‍મિણી સાથે પરિચય કરાવ્‍યો હતો. ત્‍યારબાદ રવિન્‍દ્ર બુધવારે ગ્‍વાલિયર પહોંચ્‍યો. ગ્‍વાલિયર પહોંચ્‍યા પછી, ઓમવતીએ તેની મિત્ર રૂકમણિને ફોન કર્યો અને તેને ગોવર્ધન કોલોનીના એક ઘરમાં બોલાવી લીધી. આ રીતે ઓમવતી તેના દિયર સાથે સહેલીને રુમમાં મોકલ્‍યાં.

રવિન્‍દ્ર અને રૂકમણિ કમરામાં સંબંધ બનાવતાં હતા ત્‍યારે અચાનક દરવાજો ખુલ્‍યો અને ઓમવતીના માણસો અંદર આવ્‍યાં અને ગુપ્ત રીતે રૂમમાં એક કેમેરા લગાવ્‍યો હતો અને બંનેનો વીડિયો રેકોર્ડ કર્યો હતો.

વીડિયો બનાવ્‍યા પછી, ઓમવતીએ રવિન્‍દ્રને ધમકી આપી કે જો તે રૂ.૧૦ લાખ નહીં આપે તો તેને વાયરલ કરવામાં આવશે. જ્‍યારે રવિન્‍દ્રએ ના પાડી, ત્‍યારે આરોપીએ તેના પર હુમલો કરીને ૮ હજાર પડાવી લીધા હતા.

પીડિત રવિન્‍દ્ર કોઈક રીતે પોતાને મુક્‍ત કરીને સીધો ગોલા કા મંદિર પોલીસ સ્‍ટેશન ગયો, જ્‍યાં તેણે પોલીસને આખી ઘટના જણાવી હતી. પીડિતાની ફરિયાદ બાદ, પોલીસે તાત્‍કાલિક કાર્યવાહી કરી અને કેસ નોંધ્‍યો. તપાસ દરમિયાન, પોલીસે ઘટનાસ્‍થળેથી મહત્‍વપૂર્ણ પુરાવા મેળવ્‍યા હતા. આ પછી પોલીસે શોધખોળ કરીને આરોપીઓની ધરપકડ કરી હતી.

(3:15 PM IST)