હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મુસ્લિમ વિધવાને પતિની સંપત્તિમાં ચોથા હિસ્સાનો અધિકારઃ સુપ્રીમ
સંપત્તિમાં હિસ્સા માટે મહિલા સુપ્રીમ સુધી લડી સંપત્તિને ટ્રાન્સફર કરવાના કરાર માત્રથી અધિકાર કે માલિકી નથી મળી જતીઃ સુપ્રીમ

નવી દિલ્હી તા.૧૮: સુપ્રીમ કોર્ટે મુસ્લિમ મહિલાઓના સંપત્તિના અધિકારોને લઈને મહત્વનો ચુકાદો આર્યો છે. સુપ્રીમે સ્પષ્ટતા કરી છે નિસંતાન વિધવા મુસ્લિમ મહિલાને પોતાના પતિની સંપત્તિમાં ચોથો ભાગ આપવો જ પડે. આ અધિકારોથી વંચિત રાખીને સંપત્તિને વેચી કે ટ્રાન્સફર પણ ના કરી શકાય.
મહારાષ્ટ્રના રહેવાસી ચાંદ ખાનનું મોત નિપજ્યું હતું, જે બાદ તેમની પત્ની ઝોહરાબીએ ત્રીજો ભાગ માગ્યો હતો. અને દાવો કર્યો હતો કે મોહમ્મદન કાયદા હેઠળ તે મુખ્ય વારસદાર ગણાય. જોકે બીજી તરફ આ માગણીનો તેના દેવર એટલે કે મૃતક ચાંદ ખાનના ભાઈએ વિરોધ કર્યો હતો. અને દાવો કર્યો હતો કે જે સંપત્તિ પર ઝોહરાબીએ દાવો કર્યો છે તેને વેચવા માટે મારા ભાઈ ચાંદ ખાને એગ્રીમેન્ટ કર્યા હતા. ટ્રાયલ કોર્ટે ચાંદ ખાનના ભાઈની આ દલીલ માન્ય રાખી હતી. બાદમાં મુસ્લિમ મહિલાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. બોમ્બે હાઈકોર્ટે જોકે એગ્રીમેન્ટની દલીલ ફગાવી હતી અને કહ્યું હતું કે એગ્રીમેન્ટથી
માલિકીનો અધિકાર નથી મળી જતો. આ સાથે જ હાઈકોર્ટે ચોથા ભાગની સંપત્તિ પત્નીને સોંપવા કહ્યું હતું. જોકે મુસ્લિમ મહિલાએ આ આદેશને સુપ્રીમમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ સંપત્તિમાં ચોથો હિસ્સો મંજૂર કર્યો હતો. સાથે જ કહ્યું હતું કે માત્ર એગ્રીમેન્ટથી સંપત્તિનો અધિકાર નથી જતો. ચુકાદાનો અંગ્રેજીમાં અનુવાદ ઠીક ના હોવાથી સુપ્રીમ કોર્ટે તેની ટીકા કરી હતી અને કહ્યું હતું કે ભાષાંતર પણ એવું હોવું જોઈએ કે જેમાં સમગ્ર ચુકાદાની વાત સ્પષ્ટ રીતે સમજી શકાય. દરેક પેરેગ્રાફ, કોમા કે ફૂલ સ્ટોપ વગેરેનું મહત્વ હોય છે અને તેની તકેદારી રાખવી જોઈએ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
