હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાશ્મીરના ફળોના ઝાડ પર અકાળે ફૂલો આવતા
બાગાયતકારો ચિંતિતઃ નિષ્ણાતોએ ગણાવ્યું કુદરતી પ્રતિક્રિયા

જમ્મુઃ જમ્મુ-કશ્મીરના વિવિધ વિસ્તારોમાં સફરજન, બદામ અને અન્ય ફળોના ઝાડ પર બેમોસમી ફૂલો આવવાની અને નવા પાંદડાં ફૂટવાની ઘટનાઓએ સ્થાનિક બાગાયતકારોમાં ચિતા જગાવી છે. બાગાયતકારોને ડર છે કે આ ઘટના વ્યાપક આબોહવા પરિવર્તન (ક્લાઇમેટ ચેન્જ)ની અસર હોઈ શકે છે.
સોપોર, શોપિયાં અને પુલવામાના બાગાયતકારોએ ઑક્ટોબરના પહેલા પખવાડિયામાં સફરજન અને બદામના બગીચાઓમાં નવી કૂંપળો અને ફૂલો ખીલેલા જોયા છે, જેના કારણે ખેડૂતોમાં મૂંઝવણ અને ચિતા ફેલાઈ છે.
જોકે, પ્લાન્ટ વિજ્ઞાનીઓ અને નિષ્ણાતોએ સ્પષ્ટતા કરી છે કે આ કોઈ બદલાતા હવામાનની નિશાની નથી, પરંતુ છોડના તણાવની (સ્ટ્રેસ) એક કુદરતી શારીરિક પ્રતિક્રિયા છે.
ડો. તારિક રસૂલ જેવા બાગાયત વૈજ્ઞાનિકોના મતે, આ અકાળે વિકાસ ત્યારે થાય છે જ્યારે ઝાડ પર જીવાતોનો હુમલો, રોગ અથવા પાંદડાને નુકસાન થાય છે અને ત્યારબાદ હળવું તાપમાન અને પૂરતો ભેજ મળે છે.
આના કારણે, આગામી વસંતઋતુ માટે તૈયાર કેટલીક કળીઓ અકાળે જ પોતાની સુષુપ્તાવસ્થા (નિષ્ક્રિયતા) તોડીને ફરીથી અંકુરિત થવા લાગે છે.
નિષ્ણાતોએ જણાવ્યું કે આવી ઘટનાઓ આબોહવા પરિવર્તનની ચર્ચા શરૂ થઈ તે પહેલાં ૧૯૮૦ના દાયકામાં પણ જોવા મળતી હતી, જે એક કુદરતી પ્રક્રિયા છે.
નિષ્ણાતોએ બાગાયતકારોને સલાહ આપી છે કે તેઓ સિચાઈ કે ખાતરોનો ઉપયોગ કરવામાં ઉતાવળ ન કરે. આમ કરવાથી સમય પહેલા વૃદ્ધિને પ્રોત્સાહન મળી શકે છે અને શિયાળામાં ઝાડ નબળા પડી શકે છે. કુદરતી રીતે પાનખર અને શિયાળા દરમિયાન ઝાડ જ્યારે પોતાના આરામના સમયગાળામાં પ્રવેશ કરશે, ત્યારે આ બેમોસમી વૃદ્ધિ સામાન્ય રીતે આપોઆપ સ્થિર થઈ જશે.
બાગાયત વિભાગે ખાતરી આપી છે કે તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને આ સમસ્યાને વધારતી અનિચ્છનીય કૃષિ પ્રથાઓને રોકવા માટે માર્ગદર્શિકા (ગાઇડલાઇન્સ) પણ બહાર પાડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
