હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઝીરોમાંથી હીરો: લિટ્ટી-ચોખા વેચનાર ખેસારી લાલ યાદવ પાસે આજે ₹૨૪ કરોડની સંપત્તિ, ₹૩૫ લાખનું સોનું અને લક્ઝરી કારોનો કાફલો!
ગાયો ચરાવીને દૂધ વેચવાથી લઈને દિલ્હીમાં લિટ્ટી-ચોખાની દુકાન ચલાવવા સુધીના સંઘર્ષ બાદ ભોજપુરી ઉદ્યોગમાં પ્રવેશ: ૧૦૦થી વધુ ફિલ્મો અને ૫,૦૦૦થી વધુ ગીતો

ભોજપુરી સિનેમાના 'પાવર સ્ટાર' ખેસારી લાલ યાદવ હવે ફિલ્મી પડદા પરથી રાજકારણના મેદાનમાં ઉતરી રહ્યા છે! પોતાના સંઘર્ષ અને સફળતાની કહાણીથી લાખો દિલો પર રાજ કરનાર ખેસારીએ ગઈકાલે છાપરા વિધાનસભા બેઠક પરથી RJD ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન પત્ર ભર્યું.
તેમના સોગંદનામામાં (Affidavit) જાહેર થયેલી સંપત્તિની વિગતો તેમની 'ઝીરોમાંથી હીરો' બનવાની સફરની સાક્ષી પૂરે છે.
ખેસારી: કરોડોની સંપત્તિનો માલિક!
જે વ્યક્તિ એક સમયે ગાયો ચરાવતા હતા અને દિલ્હીમાં લિટ્ટી-ચોખા વેચીને ગુજરાન ચલાવતા હતા, આજે તે ₹૨૪ કરોડની માલિકી ધરાવે છે!
સંપત્તિની વિગતો ખેસારી લાલ યાદવ તેમના પત્ની ચંદા
કુલ સંપત્તિ ₹૨૪.૮૦ કરોડ (આશરે) ₹૭.૩૯ કરોડ (આશરે)
જંગમ સંપત્તિ ₹૧૬.૮૯ કરોડ ₹૯૦.૦૨ લાખ
સ્થાવર સંપત્તિ ₹૭.૯૧ કરોડ ₹૬.૪૯ કરોડ
રોકડ રકમ ₹૫ લાખ ₹૨ લાખ
બેંક બેલેન્સ/સોનંલ ₹૩૫ લાખના દાગીના અને બેંક બેલેન્સ –
લક્ઝરી કાર ₹૩ કરોડની કિંમતની લક્ઝરી કારો –
ખેસારી પાસે કરોડોની જંગમ સંપત્તિ છે, જેમાં ખાસ કરીને ₹૩ કરોડની લક્ઝરી કારોનો સમાવેશ થાય છે. આ લક્ઝરી કારોનો કાફલો તેમના અભિનેતા તરીકેના ભારે સ્ટારડમ અને કમાણીનો પુરાવો આપે છે.
ગરીબીથી સુપરસ્ટારડમ સુધીની સફર
ખેસારીએ પોતાના એફિડેવિટમાં જણાવ્યું કે તેઓ અત્યંત ગરીબ પરિવારમાંથી આવે છે. તેમના પિતા રસ્તાની બાજુમાં માલ વેચતા અને રાત્રે સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા. ગાયો ચરાવીને દૂધ વેચવાથી લઈને દિલ્હીમાં લિટ્ટી-ચોખાની દુકાન ચલાવવા સુધીના સંઘર્ષ બાદ તેમને ભોજપુરી ઉદ્યોગમાં પ્રવેશ મળ્યો. ૧૦૦થી વધુ ફિલ્મો અને ૫,૦૦૦થી વધુ ગીતો ગાઈને આજે તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે.
જોકે, વ્યક્તિગત જીવનમાં તેમના અને અભિનેત્રી કાજલ રાઘવાની વચ્ચેના કથિત અફેરની ચર્ચાઓ પણ રહી હતી.
ભોજપુરી સિનેમાનો આ 'સ્ટાર' હવે રાજકારણના જંગમાં કેટલો સફળ થાય છે અને છાપરાની જનતા માટે કેવો 'ચમત્કાર' કરે છે, તે જોવું રસપ્રદ રહેશે!









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
