<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

ઢાકા આંતરરાષ્ટ્રીય વિમાની મથકે કાર્ગો ટર્મિનલમાં ભીષણ આગ ભભૂકી : તમામ ફ્લાઇટ્સ રદ કરાઈ

એરપોર્ટના ગેટ નંબર 8 નજીકના કાર્ગોમાં લાગી : હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી: કાર્ગોને મોટું નુકસાન થવાની આશંકા

 બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના કાર્ગો વિસ્તારમાં આજે બપોરે આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે એરપોર્ટ અધિકારીઓએ તાત્કાલિક બધી ફ્લાઇટ્સ બંધ કરવી પડી છે 

મળતી માહિતી મુજબ આગ બપોરે 2:30 વાગ્યાની આસપાસ એરપોર્ટના ગેટ નંબર 8 નજીકના કાર્ગોમાં લાગી હતી. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ કાર્ગોને મોટું નુકસાન થવાની આશંકા છે. કાળા ધુમાડાના કારણે આસપાસના વિસ્તારોમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. 

 

 

(10:57 PM IST)