હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પ્રદૂષણ રોકવા સિક્કિમ સરકારે દિવાળી પહેલા લીધો મોટો નિર્ણય: રાજ્યમાં તમામ ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ!
દિલ્હી-એનસીઆરમાં માત્ર ગ્રીન ફટાકડાને જ મંજૂરી, ઉત્તર પ્રદેશના બજારમાં 'ઓપરેશન સિંદૂર' ફટાકડાની બોલબાલા.

નવી દિલ્હી. દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સિક્કિમ સરકારે પ્રદૂષણને અંકુશમાં લેવા માટે એક મોટો અને કડક નિર્ણય લીધો છે. સિક્કિમ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (SPCB) એ શનિવારે એક આદેશ જારી કરીને રાજ્યમાં તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે.
બોર્ડે લોકોને ફટાકડા અને સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને તેના બદલે દીવા, લાઇટિંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો જેવી પર્યાવરણને અનુકૂળ પદ્ધતિઓથી તહેવારની ઉજવણી કરવા અપીલ કરી છે. SPCBનું કહેવું છે કે આ પગલું રાજ્યમાં પ્રદૂષણ ઘટાડવા અને સ્વચ્છ તથા સલામત દિવાળી સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે.
સિક્કિમના સંપૂર્ણ પ્રતિબંધથી વિપરીત, સુપ્રીમ કોર્ટે ૧૫ ઑક્ટોબરના રોજ દિલ્હી-એનસીઆરમાં ફટાકડા પરના તેના અગાઉના સંપૂર્ણ પ્રતિબંધને થોડો હળવો કર્યો છે. કોર્ટે કડક શરતો સાથે માત્ર ગ્રીન ફટાકડાના વેચાણ અને ઉપયોગની મંજૂરી આપી છે. આ મંજૂરી ફક્ત ૧૮ થી ૨૦ ઑક્ટોબર સુધી જ લાગુ રહેશે.
ફટાકડા ફોડવાનો સમય પણ નિશ્ચિત કરવામાં આવ્યો છે: સવારે ૬ થી ૭ અને રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે આ પરવાનગી કામચલાઉ ધોરણે અને ટ્રાયલ તરીકે લાગુ કરવામાં આવી છે, જેમાં ઉજવણી અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવાની અપીલ કરવામાં આવી છે.
દરમિયાન, ઉત્તર પ્રદેશમાં દિવાળી પહેલાં ફટાકડા બજાર સંપૂર્ણપણે સજી ગયું છે. નુમાઈ મેદાનમાં લગાવેલા સ્ટોલ પર ખરીદદારોની ધીમે ધીમે ભીડ જામી રહી છે. બજારમાં 'ઓપરેશન સિંદૂર' બ્રાન્ડના ફટાકડા અને ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ દર્શાવતા ફટાકડા સૌથી વધુ લોકપ્રિય સાબિત થઈ રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
