<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th October 2025

ભારત-રશિયા સંબંધો વધુ મજબૂત: ટ્રમ્પની જાહેરાત છતાં પણ ઓક્ટોબરમાં તેલ આયાતમાં મોટો ઉછાળો

ઓક્ટોબર મહિનામાં ભારતની રશિયન તેલ આયાત લગભગ ૧.૮ મિલિયન બેરલ પ્રતિ દિવસના સ્તરે પહોંચી ગઈ છે.

ત્રણ મહિનાના ઘટાડા પછી, ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાતમાં નોંધપાત્ર વધારો કર્યો છે. ઓક્ટોબર મહિનામાં ભારતની રશિયન તેલ આયાત લગભગ ૧.૮ મિલિયન બેરલ (૧૮ લાખ બેરલ)પ્રતિ દિવસના સ્તરે પહોંચી ગઈ છે, જે દેશની ઊર્જા સુરક્ષામાં રશિયાના મહત્ત્વપૂર્ણ યોગદાનને ફરીથી દર્શાવે છે. 

 

વૈશ્વિક સ્તરે ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે, ભારત માટે સસ્તા રશિયન તેલનો પ્રવાહ વ્યૂહાત્મક રીતે અગત્યનો સાબિત થઈ રહ્યો છે.

 

આ પહેલા હમણાં જ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરેલ કે ભારતે રશિયન તેલ નહીં ખરીદવાની ખાતરી આપી છે..

(2:19 PM IST)