<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th October 2025

સોશિયલ મીડિયાની દુનિયા ઉપર આ ટોચના પાંચ પ્લેટફોર્મ્સ રાજ કરે છે: કરોડો અબજો વ્યુઅર્સ: ફેસબુક હજુ પણ ૩૦૭ કરોડ યુઝર્સ સાથે પ્રથમ સ્થાને

આ પાંચમાંથી મેટા કંપનીના પ્લેટફોર્મ્સ (ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ)એ વૈશ્વિક સ્તરે ડિજિટલ કોમ્યુનિકેશન પર પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે

વિશ્વભરમાં સોશિયલ નેટવર્ક્સ અને મેસેન્જર્સના માસિક સક્રિય વપરાશકારો (એમએયુ)ના નવા આંકડાઓ અનુસાર, ફેસબુક હજુ પણ ૩૦૭ કરોડ યુઝર્સ સાથે પ્રથમ સ્થાને છે.

 

ટોચના પાંચ પ્લેટફોર્મ્સ અને તેમના માસિક સક્રિય વપરાશકારો, વ્યુઅર્સ (કરોડમાં) નીચે મુજબ છે:

 

 * ફેસબુક: ૩૦૭ કરોડ

 * વોટ્સએપ: ૨૭૮ કરોડ

 * યુટ્યુબ: ૨૫૩ કરોડ

 * ઇન્સ્ટાગ્રામ: ૨૩૮.૨ કરોડ

 * ટીકટોક: ૧૫૯ કરોડ

 

   આ આંકડાઓ દર્શાવે છે કે મેટા કંપનીના પ્લેટફોર્મ્સ (ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ) વૈશ્વિક સ્તરે ડિજિટલ કોમ્યુનિકેશન પર પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે.

(2:20 PM IST)