<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th October 2025

તેલંગાણા સરકારનું ક્રાંતિકારી પગલું: માતા-પિતાની ઉપેક્ષા કરનાર સરકારી કર્મચારીના પગારમાંથી કપાત થશે

આ કાપેલી રકમ સીધી માતા-પિતાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે: રાજ્યમાં વૃદ્ધ માતા-પિતાની સુરક્ષા અને સન્માન સુનિશ્ચિત કરવા માટેનું એક મોટું સામાજિક પગલું

તેલંગાણા સરકારે એક ક્રાંતિકારી નિર્ણયની જાહેરાત કરી છે. નવા કાયદા હેઠળ, જો કોઈ સરકારી કર્મચારી પોતાના માતા-પિતાની અવગણના કરશે અથવા તેમની સંભાળ નહીં રાખે, તો તેમના માસિક પગારના ૧૦ ટકા થી ૧૫ ટકા જેટલી રકમ કાપી લેવામાં આવશે. 

 

આ કાપેલી રકમ સીધી માતા-પિતાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે, જેથી તેમને નિયમિત આર્થિક મદદ મળી રહે. આ પગલું રાજ્યમાં વૃદ્ધ માતા-પિતાની સુરક્ષા અને સન્માન સુનિશ્ચિત કરવા માટેનું એક મોટું સામાજિક પગલું છે.

(2:20 PM IST)