તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
રૂરલ ક્રિકેટ એસોસિએશન ઓફ પોરબંદરે હાઇકોર્ટમાં દાખલ કરેલી પિટિશનના પગલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની ૧૨ નવેમ્બરે યોજાનારી ચૂંટણી મુલત્વી રહી : જુઓ સંપૂર્ણ વીગત
પિટિશનની આગળની વિશેષ સુનાવણી હવે પછી ૨૦ નવેમ્બરે થશે

અમદાવાદ/ પોરબંદર: (પરેશ પારેખ દ્વારા) ગુજરાત હાઇકોર્ટે આપેલ ઓરલ ઓર્ડરના પગલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની ૧૨ નવેમ્બરના યોજાનારી ચૂંટણી મૂલવી રહી છે. એસોસિએશને નવા આદેશ પૂર્વે ચૂંટણીઓ નહીં યોજાય તેવી ખાતરી આપી હતી.
રૂરલ ક્રિકેટ એસોસિએશન ઓફ પોરબંદરે દાખલ કરેલી પિટિશનમાં માંગણી કરવામાં આવી છે કે..
(૧) સૌરાષ્ટ્રના તમામ જિલ્લા ક્રિકેટ એસોસિએશનોને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં મતદાન અને મેમ્બરશિપનો અધિકાર મળે..
(૨) દરેક જિલ્લાને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં પ્રતિનિધિત્વ મળે..
અને (૩) ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા જિલ્લા ક્રિકેટ વિકાસ માટે ફાળવવામાં આવતું એકસો કરોડથી વધુનું ફંડ ફિક્સ ડિપોઝિટમાં રાખવાને બદલે ક્રિકેટ વિકાસ માટે ઉપયોગ થાય.
ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસશ્રી નિરલ મહેતાની કોર્ટમાં પંદર ઓક્ટોબરે સુનાવણી બાદ પિટિશનની આગળની સુનાવણી હવે પછી ૨૦ નવેમ્બરે થશે.
પીટીશનર રૂરલ ક્રિકેટ એસોસિએશન ઓફ પોરબંદર તરફથી ગુજરાત હાઇકોર્ટના સિનિયર ધારાશાસ્ત્રી શ્રી મિહીર ઠાકોર અને શ્રી જૈમીન આર દવે ઉપસ્થિત રહેલ. જ્યારે સામાન વાળા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અને અન્ય તરફથી સિનિયર ધારાશાસ્ત્રી દેવાંગ વ્યાસ અને જાહ્નવી એસ. યાદવ રોકાયા ઉપસ્થિત રહેલ











છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
